News Continuous Bureau | Mumbai
Uttar Pradesh : લગ્ન એ દરેક વ્યક્તિના જીવનની સૌથી યાદગાર ક્ષણોમાંની એક છે. આ ક્ષણને ખાસ બનાવવા માટે લોકો કોઈ કસર બાકી છોડતા નથી. આખા ઘરને દુલ્હનની જેમ સજાવવામાં આવે છે. ઘરમાં આવનાર મહેમાનોની ખૂબ જ સારી રીતે કાળજી લેવામાં આવે છે. તેમને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે. પરંતુ અલીગઢમાં ( Aligarh ) એક લગ્નમાં (wedding ceremony )આ ભોજનની એક વાનગીને કારણે બે જૂથ વચ્ચે મારામારી ( Fight ) થઈ હતી. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ ( Viral Video ) થઈ રહ્યો છે.
આ કારણે થયો ઝઘડો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો રસગુલ્લાને ( Rasgulla ) લઈને લડી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના અલીગઢના સાસનીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈના ઘરે લગ્ન ચાલી રહ્યા હતા. અચાનક એક અફવા ફેલાઈ કે લગ્નમાં રસગુલ્લા ખતમ થઈ ગયા છે. આ પછી લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ. થોડા સમય પછી આ ચર્ચા એટલી વધી ગઈ કે લોકો એકબીજા સાથે લડવા લાગ્યા. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે લોકો એકબીજા પર ખુરશીઓથી હુમલો કરી રહ્યા છે. મહિલાઓ પણ આ લડાઈમાં પાછળ નથી રહી અને તેઓ પણ લોકોને ખુરશીઓથી મારતી જોવા મળી રહી છે.
મહત્વનું છે કે પહેલા થોડી બોલાચાલી થઈ અને પછી મારામારી થઈ. લોકો ખુરશીઓ ફેંકવા લાગ્યા. બાદમાં બંને પક્ષના કેટલાક લોકોએ પરસ્પર સમાધાન કરીને મામલો થાળે પાડ્યો હતો, જેના કારણે બંને પક્ષોએ પોલીસમાં ફરિયાદ કરી ન હતી.
આ સમાચાર પણ વાંચો : DGVCL: DGVCLની નવતર પહેલ, વીજ કંપનીના ગ્રાહકોને માત્ર બે કલાકમાં સર્વિસ નંબર અને બે દિવસમાં વીજ જોડાણ મળી જશે..
જુઓ વાયરલ વીડિયો
Chair-Kalesh in Marriage Ceremony over Sweet’s me Rasgulla nahi mila, Aligarh UP
pic.twitter.com/1ke5WueK1v— Ghar Ke Kalesh (@gharkekalesh) February 12, 2024
જોકે આ પહેલો કિસ્સો નથી કે રસગુલ્લાને લઈને લગ્નમાં ( Indian wedding ) લોકો વચ્ચે ઝઘડો થયો હોય. થોડા સમય પહેલા આગ્રામાં એક લગ્નનો વીડિયો વાયરલ થયો હતો. તે દરમિયાન રસગુલ્લાને લઈને ઝઘડો પણ થયો હતો. લગ્નમાં રસગુલ્લા ખાવાને લઈને લોકોમાં વિવાદ થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે લોકો એકબીજાને મારવા લાગ્યા. આ લડાઈમાં લગભગ અડધો ડઝન લોકો ઘાયલ થયા હતા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)