Site icon

Uttar Pradesh :ચલ યાર ધક્કા માર.., અહીં લોકોએ ટ્રેનને ધક્કો મારીને પહોંચાડી સ્ટેશન, વીડિયો થયો વાયરલ; જુઓ..

Uttar Pradesh : ઘણા પ્રયત્નો છતાં ડીપીસી ટ્રેન રિપેર થઈ શકી નથી. જે બાદ રેલ્વે કર્મચારીઓ દ્વારા ડીપીસી ટ્રેનને મેઈન લાઈન પરથી હટાવીને લૂપ લાઈનમાં ખસેડવામાં આવી હતી. રેલવે ફાટક બંધ હોવાનું વીડિયોમાં જોવા મળ્યું હતું. બંને બાજુથી લોકો ટ્રેનને આગળ ધકેલી રહ્યા છે.

Uttar Pradesh Railway workers push coach after it breaks down in Uttar Pradesh

Uttar Pradesh Railway workers push coach after it breaks down in Uttar Pradesh

 News Continuous Bureau | Mumbai 

Uttar Pradesh : આજ સુધી તમે લોકોને ટુ વ્હીલર ( Two wheeler) અને ફોર વ્હીલરને ધક્કો મારતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈને ટ્રેનને ( Train ) ધક્કો મારતા જોયા છે ? આવો જ એક વીડિયો આ દિવસોમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઉત્તર પ્રદેશના અમેઠીમાંનો છે. જ્યાં ટ્રેન ઉભી રહેતા લોકોએ તેને ધક્કો મારવા લાગ્યા હતા. જેણે આ દ્રશ્ય જોયું તેમને એક જ ગીત યાદ આવ્યું, ચલ યાર ધક્કા માર, બંધ પડી…. ટ્રેનને ધક્કો મારવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

  જુઓ વિડીયો 

 DMU ટ્રેન ખરાબ થઈ ગઈ

વાસ્તવમાં આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીં થયું એવું કે DMU ટ્રેન અધવચ્ચે ખરાબ થઇ ગઈ હતી, ત્યારબાદ રેલવે કર્મચારીઓ ટ્રેનને મુખ્ય લાઇન પરથી હટાવી લૂપ લાઇન પર લઈ ગયા હતા.  આ મામલો અમેઠી જિલ્લાના નિહાલગઢ રેલવે સ્ટેશનનો છે. જ્યાં સુલતાનપુર તરફથી અધિકારીઓ DPC ટ્રેન દ્વારા લખનઉ તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક ટ્રેન સ્ટેશનની બહાર ઉભી રહી.

આ સમાચાર પણ વાંચો : Mumbai Local Mega Block : મુસાફરોને હાલાકી.. હોળીના દિવસે એટલે કે રવિવારે આ રૂટ પર મેગાબ્લોક! ઘરની બહાર નીકળતા પહેલા ચેક કરો શેડયુલ..

ટ્રેનને મેઈન લાઈન પરથી હટાવીને લૂપ લાઈનમાં ખસેડવામાં આવી

મુખ્ય લાઇન પર ટ્રેન  ખરાબ થવાના કારણે અન્ય ઘણી ટ્રેનોને પણ અસર થઈ હતી. ઘણા પ્રયત્નો છતાં ડીપીસી ટ્રેન રિપેર થઈ શકી નથી. જે બાદ રેલ્વે કર્મચારીઓ દ્વારા ડીપીસી ટ્રેનને મેઈન લાઈન પરથી હટાવીને લૂપ લાઈનમાં ખસેડવામાં આવી હતી. રેલવે ફાટક બંધ હોવાનું વીડિયોમાં જોવા મળ્યું હતું. બંને બાજુથી લોકો ટ્રેનને આગળ ધકેલી રહ્યા છે.

આ સમગ્ર મામલે RPF ઈન્સ્પેક્ટર આરએસ શર્માએ કહ્યું કે આ DPC ટ્રેન છે, જેના પર અધિકારીઓ બેસીને ઈન્સ્પેક્શન કરે છે. તે ગઈકાલે નિહાલગઢ સ્ટેશનના બહારના ભાગમાં તૂટી પડ્યું હતું. જે બાદ તેને રેલવે કર્મચારીઓએ સ્ટેશન પર ધકેલી દીધો હતો અને બાદમાં તેની ખામીઓ સુધારીને તેને આગળ મોકલવામાં આવ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version