ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 20 એપ્રિલ 2021.
મંગળવાર.
દેશમાં વધતા કોરોના સંકટ વચ્ચે એક પછી એક રાજ્યો પોતાના રાજ્યમાં આંશિક લોકડાઉનનો નિર્ણય લઈ રહ્યા છે. નાઈટ કર્ફ્યુ જેવા પ્રતિબંધો પણ લગાડવામાં આવ્યા છે. ત્યાં જ ઉત્તર પ્રદેશમાં વધતી કોરોના સંખ્યાને પગલે સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળ્યા બાદ યોગી સરકારે એક મોટો નિર્ણય લીધો છે.
પૂર્ણ ઉત્તર પ્રદેશમાં વિકેન્ડ લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. સરકારના આદેશ અનુસાર રાજ્યમાં શનિવારે અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે. લોકડાઉન માં ફક્ત અત્યાવશ્યક સેવાઓને જ છૂટ આપવામાં આવી છે. શુક્રવારે રાત્રે આઠ વાગ્યાથી સોમવારે સવારે સાત વાગ્યા સુધી આ પ્રતિબંધ રહેશે. જ્યારે જરૂરી સેવાવાળા વ્યક્તિઓને જ ઘર બહાર નીકળવાની છૂટ આપવામાં આવી છે.
હવે સાઉદી અરબના બાળકો શીખશે રામાયણ અને મહાભારત નો પાઠ. જાણો વિગત.