ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત કોરોના ગ્રસ્ત થયા.
તીરથસિંહ રાવતે પોતે ટ્વીટ કરીને માહિતી આપી હતી, કે તેમનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે અને પોતે સેલ્ફ આઇસોલેશનમાં છે.
હાલમાં હરિદ્વારમાં યોજાઈ રહેલા કુંભમેળામાં તીરથસિંહ રાવતે હાજરી આપી હતી અને સંતો સાથે પૂજામાં પણ ભાગ લીધો હતો.