ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જાન્યુઆરી 2022
સોમવાર.
પંજાબ બાદ હવે ઉત્તરાખંડમાં ચૂંટણી પહેલા કોંગ્રેસને ભારે મોટો ઝટકો વાગ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ મહિલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સરિતા આર્ય બાગી બનીને ભાજપમાં સામેલ થઈ ગયા છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિકે દેહરાદૂન ખાતે તેમને પાર્ટીની સદસ્યતા અપાવી છે.
સરિતા આર્યની સાથે જ મહિલા પ્રદેશ ઉપાધ્યક્ષ રેખા બોરા ગુપ્તા અને વંદના ગુપ્તા પણ ભાજપમાં સામેલ થયા છે.
આ ઘટના કોંગ્રેસ માટે મોટા આંચકારૂપ માનવામાં આવે છે.
