Site icon

અરે વાહ! મહારાષ્ટ્રના આ શહેરમાં હવે પેટ્રોલ પંપ પર પણ મળશે કોવિડની વેક્સિન. જાણો વિગત,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 26 નવેમ્બર  2021    
શુક્રવાર.

મુંબઈ, મહારાષ્ટ્ર સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમા આવી છે. કોરોના નિયંત્રણમાં આવવા માટે કોવિડ-19ની વેક્સિનને પણ જવાબદાર માનવામા આવે છે. મુંબઈ મહારાષ્ટ્ર વેક્સિનેશનમાં આગળ છે. જોકે  રાજયના હજી પણ અનેક જિલ્લામાં વેક્સિનેશનનું પ્રમાણ ઓછું છે, ત્યારે વેક્સિનેશન વધારવા માટે આૌરંગાબાદમાં એક નવો પ્રયોગ અમલમા મૂકવામાં આવ્યો છે, જેમાં હવે ઔરંગાબાદ શહેરના પેટ્રોલ પંપ પર રસીકરણની સુવિધા આપવામાં આવી રહી છે.

Join Our WhatsApp Community

સુરતમાં પ્રાથમિક શાળાઓ શરૂ, કોરોનાકાળમાં શાંત બની ગયેલા વિદ્યાર્થીઓને લખવામાં મુશ્કેલી પડી રહ્યાનું શિક્ષકોનું તારણ

થોડા દિવસો પહેલા, સ્થાનિક પ્રશાસને ઔરંગાબાદ જિલ્લામાં રસીકરણની ટકાવારી વધારવા માટે 'નો વેક્સિન, નો પેટ્રોલ' આદેશ જારી કર્યો હતો. તેથી પેટ્રોલ આપવા પહેલા દરેક ગ્રાહકને રસી અપાઈ છે કે નહીં તેની ખાતરી કરવામાં આવતી હતી. ત્યારબાદ તેમને પેટ્રોલ આપવામાં આવતું હતું. જેમણે રસી લીધી ન હોય તેને પેટ્રોલ આપવામાં આવ્યું ન હતું. પરંતુ હવે વેક્સિનેશનની સુવિધા સીધી પેટ્રોલ પંપ પર જ ઉપલબ્ધ કરી આપવામા આવી છે. પેટ્રોલ પંપો પર આવનારા નાગરિકોને તેનો ફાયદો થઈ રહ્યો છે.ઔરંગાબાદ પેટ્રોલ પંપ એસોસિએશન અને ઔરંગાબાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શુક્રવારથી શહેરના લગભગ તમામ પેટ્રોલ પંપો પર રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે ગ્રાહકોને પેટ્રોલની રસી આપવામાં આવી નથી તેઓનું સ્થળ પર જ રસીકરણ કરવામાં આવતું હોવાથી લોકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version