Site icon

Vadodara: વડોદરા જાહેર માર્ગ પર છેડતી કરનારા નશેડી યુવકને વિદ્યાર્થિનીએ અભયમની મદદથી બરાબરનો પાઠ ભણાવ્યો, માગી માફી

Vadodara: વડોદરાના હરણી વિસ્તારમાં સ્કૂલે જતી એક વિદ્યાર્થિનીને જાહેર માર્ગ પર રોકી તેનો હાથ પકડી ગાડીમાં બેસવાનું કહી છેડતી કરનારા નશેડી યુવકને વિદ્યાર્થિનીએ અભયમ ટીમની મદદથી પાઠ ભણાવ્યો હતો.

Vadodara: The student taught the drunken youth who molested him on the public road, with the help of Abhayam, asked for forgiveness.

Vadodara: The student taught the drunken youth who molested him on the public road, with the help of Abhayam, asked for forgiveness.

News Continuous Bureau | Mumbai

વડોદરા ()ના હરણી વિસ્તારમાં સ્કૂલે જતી એક વિદ્યાર્થિનીને જાહેર માર્ગ પર રોકી તેનો હાથ પકડી ગાડીમાં બેસવાનું કહી છેડતી ( MOLESTED)  કરનારા નશેડી યુવકને વિદ્યાર્થિનીએ અભયમ ટીમની મદદથી પાઠ ભણાવ્યો હતો. યુવકના ઘરે જઈ માતા-પિતાની સામે યુવકની કરતૂતનો ભાંડો ફોડતા યુવક અને તેના માતા-પિતાએ વિદ્યાર્થિનીની માફી માગી હતી. આ મામલે અભયમની ટીમે પોલીસને પણ જાણ કરી હતી. 

Join Our WhatsApp Community

વડોદરાના હરણી વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિની સ્કૂલે જઈ રહી હતી ત્યારે તેની નજીક રહેતો એક નશેડી યુવક તેનો પીછો કરી પાસે આવ્યો હતો અને જાહેર માર્ગ પર વિદ્યાર્થિનીનો હાથ પકડી તેણીને ગાડીમાં બેસવા કહ્યું હતું. આથી વિદ્યાર્થિની ખૂબ જ ગભરાઈ ગઈ હતી. પરંતુ, તેણે યુવકનો પ્રતિકાર કર્યો અને ત્યાંથી ચાલી ગઈ હતી. ત્યાર બાદ ઘરે આવીને સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને કરતા પરિવારે અભયમની ટીમનો સંપર્ક કર્યો હતો. 

અભયમની ટીમ વિદ્યાર્થિની સાથે યુવકના ઘરે ગઈ હતી અને યુવકની કરતૂતનો ભાંડો ફોડ્યો હતો. અભયમની ટીમે યુવકને કાયદાનું ભાન કરાવ્યું હતું. આથી યુવક અને તેના માતા-પિતાએ વિદ્યાર્થિનીની માફી માગી હતી. અભયમની ટીમે આ મામલે પોલીસને પણ જાણ કરી છે.

આ સમાચાર પણ વાંચો : ટાટા ગ્રૂપે તેના ટોપના અધિકારીઓ પર કર્યો નાણાંનો વરસાદ, અહેવાલમાં દાવો – પગારમાં 62%નો વધારો

Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Mamata Banerjee: INDIA ગઠબંધનમાં મોટી તિરાડ: બંગાળમાં મમતા બેનર્જી એકલા પડ્યા, ‘SIR’ મુદ્દે મોટો રાજકીય ધમાસાણ.
Debt waiver announcement: ખેડૂતોને મોટી ભેટ: રાજ્ય સરકાર દ્વારા આ તારીખ સુધી દેવા માફીની જાહેરાત, બચ્ચુ કડુએ આપી ખુશખબરી
Shinde Group: શિંદે જૂથનો મુંબઈમાં ‘ગુપ્ત માસ્ટરપ્લાન’ શરૂ! હજારો નિયુક્તિઓ, ઠાકરેને આપશે મોટો આંચકો?
Exit mobile version