Site icon

વંદે ભારત સાથે અથડાયેલી ભેંસ સંદર્ભે કેસ નોંધાયો પણ ગાય અથડાઈ તો કેસ નહીં- કારણ જાણી વિચારમાં પડી જશો

News Continuous Bureau | Mumbai

વંદે ભારત ટ્રેન(Vande Bharat Train)ને આણંદ(Anand)ના કણજરી- બોરીયાવી રેલવે સ્ટેશન પાસે રખડતી ગાય અથડાતાં સ્થળ પર મોત નિપજયું હતું. અકસ્માત થતાં વંદે ભારત ટ્રેનના આગળના ભાગને નુકસાન(Train accident) થયું હતું. આ બનાવના પગલે આણંદ આરપીએફ(Anand RPF)એ ગાય માલિકની શોધખોળ આરંભી દીધી છે. જો કે મૃત્યુ પામેલ ગાય(Cow)ને ટેગ લગાવેલો ન હોવાથી પોલીસ ગૂંચવાઇ છે. આ અંગે કોઇ ગુનો નોંધાયો નથી.

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીનગર(Gandhinagar)થી વંદે ભારત ટ્રેન બપોરે મુંબઇ તરફ જઇ રહી હતી. આ સમયે કણજરી રેલવે સ્ટેશન નજીક એક રખડતી ગાય વંદે ભારત ટ્રેન ના આગળના ભાગે ટકરાતાં ગાયનું મોત નિપજયું હતું. જયારે ટ્રેનના એન્જિન ના આગળના ભાગે નુકસાન થયું હતું.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર – આ રાષ્ટ્રીય નેતા અને અનેક વાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચુકેલા નેતાનું થયું નિધન

રેલવે વિભાગના અધિકારીઓ સહિત કાફલો દોડી આવ્યો હતો. ગાયના માલિક સામે ફરિયાદ નોંધવાનો રેલ્વે વિભાગે આદેશ કર્યા હતા. આણંદ રેલવે આરપીએપ પીઆઇ એમ.એસ.સોલંકીએ જણાવ્યું હતું કે ગાય ટ્રેન સાથે અથડાતા સ્થળ પર મોત નિપજયું હતું. જાેકે બિનવારસી ગાયને ટેગ નહીં હોવાથી ફરિયાદ નોંધાઈ નથી, તપાસ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે ગત ગુરુવારે વંદે ભારત ટ્રેન સાથે ભેંસ અથડાઈ હતી. આ અકસ્માતમાં ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું હતું. આ દરમિયાન ભેંસના માલિક સામે ગુનો નોંધાયો હતો. 

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version