ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીના અનેક ગામડાઓમાં પૂરના કારણે કહેર વર્તાયો છે.
પૂરના કારણે શાકભાજીની ખેતી માટે ખૂબ જ પ્રખ્યાત વારાણસીના રમના ગામની સ્થિતિ એવી છે કે, ત્યાંના અડધાંથી વધારે ગામડાં જળમગ્ન થઈ ચુક્યા છે.
ગ્રામ પ્રધાનની આગેવાનીમાં ગ્રામીણોએ તટબંધ ન બનવાની સ્થિતિમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચેતવણી આપી છે.
આશરે 40 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં 15 હજાર મતદારો છે. ગામની 70 ટકા વસ્તી શાકભાજીની ખેતી પર નિર્ભર છે. ગંગામાં પૂર આવવાના કારણે અડધાંથી વધારે ખેતરો ડૂબી ચુક્યા છે.
ઉલ્લેખનીય છે કે આશરે 40 હજાર કરતા પણ વધારે લોકોની વસ્તી દર વર્ષે પૂરની વિભીષિકામાં આ મુશ્કેલીનો સામનો કરે છે.