News Continuous Bureau | Mumbai
2006ની સાલમાં વારાણસીમાં 20 લોકોના મોત માટે જવાબદાર મનાતા આતંકી વલીઉલ્લાહને તેના કર્મોની સજા મળી છે.
વારાણસી બ્લાસ્ટ કેસમાં ગાઝિયાબાદ કોર્ટે આતંકી વલીઉલ્લાહને ફાંસી અને આજીવન કારાવાસની સજા ફટકારી છે.
ગત 4 જૂનના રોજ કોર્ટે તેને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા બે કેસોમાં દોષિત ઠેરવ્યો હતો.
7 માર્ચ, 2006ના રોજ સંકટ મોચન મંદિર અને કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશન પર થયેલા વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.
આ સમાચાર પણ વાંચો : કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ મુદ્દે AAPનો વિરોધ- કેન્દ્રની મોદી સરકાર પર સાધ્યું નિશાન- કાશ્મીરી પંડિતોના પલાયનને લઈને કહી આ વાત
