ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 નવેમ્બર, 2021
શનિવાર
કેન્દ્ર દ્વારા ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કર્યા બાદ ભાજપના સાંસદ વરુણ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
વરુણ ગાંધીએ પત્રમાં માંગ કરી છે કે MSP અને અન્ય મુદ્દાઓ પર કાયદો બનાવવાની માંગ પર હવે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે.
સાથે જ આ આંદોલનમાં 700 ખેડૂતો શહીદ થયા છે તેમના પરિવારજનોને એક-એક કરોડ રુપિયા ચુકવવામાં આવે.
આ ઉપરાંત લખીમપુર ખીરી હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોને ન્યાય અપાવવા માટે સરકાર કેન્દ્રીય મંત્રી પર કાર્યવાહી કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે રાષ્ટ્રને સંબોધનમાં પીએમ મોદીએ ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી.
પાકિસ્તાનના આ બૉલરે ફેંક્યો 219 Km/hrsની સ્પીડથી બૉલ, શોએબ અખ્તર રહી ગયો દંગ; જાણો શું છે હકીકત
