Site icon News Continuous Bureau | Mumbai

Veer Narmad University : વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા ૨૩ વર્ષીય જન્નતનશીન શેખ નકીબ રઝા ઈમ્તિયાઝને મરણોપરાંત બી.એસ.સી.(ફિઝીક્સ)ની ડિગ્રી એનાયત

Veer Narmad University :૨૩ વર્ષીય જન્નતનશીન શેખ નકીબ રઝા ઈમ્તિયાઝની પદવી ભારે હૈયે તેના પિતા ઈમ્તિયાઝભાઈ શેખે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સ્વીકારી હતી.

Veer Narmad University posthumously awards B.Sc. (Physics) degree to 23-year-old Jannatanshin Sheikh Naqib Raza Imtiaz

Veer Narmad University posthumously awards B.Sc. (Physics) degree to 23-year-old Jannatanshin Sheikh Naqib Raza Imtiaz

News Continuous Bureau | Mumbai 

Veer Narmad University : 

Join Our WhatsApp Channel

નર્મદ યુનિ.ના ૫૬મા પદવીદાન સમારોહમાં આંખો ભીની કરી દે તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. ગત સપ્ટેમ્બર માસમાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા વલસાડ જિલ્લાના અતુલના ૨૩ વર્ષીય જન્નતનશીન શેખ નકીબ રઝા ઈમ્તિયાઝની પદવી ભારે હૈયે તેના પિતા ઈમ્તિયાઝભાઈ શેખે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સ્વીકારી હતી. નકીબે બી.એસ.સી.(ફિઝીક્સ)માં સૌથી વધુ ૧૦ માંથી ૯.૦૪ સી.જી.પી.એ. અંકો મેળવ્યા હતા.

વલસાડના અતુલના પારનેરાના વતની ઈમ્તિયાઝભાઈના એકના એક પુત્ર નકીબ શેખનું ગત ૧૫મી સપ્ટેમ્બરના રોજ માર્ગ અક્સ્માતમાં દુઃખદ અવસાન થયું હતું. નકીબ વલસાડની બી.કે.એમ. સાયન્સ કોલેજમાં બી.એસ.સી.(ફિઝીક્સ)નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. હોનહાર અને તેજસ્વી એવો આ વિદ્યાર્થી અભ્યાસ સહિત સ્પોર્ટ્સ, ડ્રોઈંગ જેવી અનેક સ્પર્ધાઓ, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લઈ ઉજ્જવળ દેખાવ કરતો હતો. તેણે શાળા તેમજ કોલેજ અભ્યાસ દરમિયાન અનેકવિધ મેડલ્સ જીત્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  વીર નર્મદ યુનિવર્સિટીનો યોજાયો ૫૬મો પદવીદાન સમારોહ, ૧૨ વિદ્યાશાખાઓના ૭૯ અભ્યાસક્રમોના ૧૦,૪૧૫ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત

પિતા ઈમ્તિયાઝભાઈ વડાપાઉંની લારી દ્વારા પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે જણાવ્યું હતું કે, મારો પુત્ર પી.એચ.ડી. કરવા ઈચ્છતો હતો, પરંતુ કુદરતને કંઇક ઓર જ મંજૂર હતું. તેના સ્વપ્ના અધૂરા રહી ગયા. અમારા લાડકવાયા પુત્રની અંતિમ નિશાની સમાન પદવી સ્વીકારી છે, જે મારા જીવનની દુ:ખદાયી ક્ષણ બની હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Gujarat Digital Arrest Case રૂ. ૧૧.૪૨ કરોડના ગુજરાત ડિજિટલ અરેસ્ટ કેસમાં સીબીઆઈ દ્વારા વધુ બે આરોપીઓની ધરપકડ
Kedarnath Trek Landslide કેદારનાથ માર્ગ પર ભારે ભૂસ્ખલન ૧૫૦૦ શ્રદ્ધાળુઓના જીવ તાળવે ચોંટ્યા, સેનાNDRF દ્વારા દિલધડક રેસ્ક્યૂ
Ujjain Mosque Demolition Violence ઉજ્જૈનમાં મસ્જિદ ડિમોલિશન મામલે ભારે પથ્થરમારો અને હિંસા, છોડાયા ટીયર ગેસના શેલ; પાંચ સામે એફઆઈઆર
Thane Railway Station Alcohol Smuggling થાણે સ્ટેશને એક્સાઇઝ ટીમનો મોટો દરોડો ગોવા બનાવટના વિદેશી દારૂ સાથે રેલવે એટેન્ડન્ટ ઝડપાયો, ₹૭૧,૫૬૦નો મુદ્દામાલ જપ્ત!
Exit mobile version