Site icon

શું શિવસેના ભાજપના નગરસેવકોને તોડી નાખશે? શિવસેનાના આ નેતાએ કર્યો દાવો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 ઑક્ટોબર, 2021.

Join Our WhatsApp Community

પાલિકાની ચૂંટણી પહેલાં જ રાજકીય પક્ષોમાં નગરસેવકોને પોતાના પક્ષમાં ખેંચી લાવવા સામાન્ય બાબત છે. આગામી વર્ષે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે ત્યારે શિવસેનાએ પોતાની રણનીતિ હેઠળ ભાજપ પર દબાણ લાવવાનું ચાલુ કરી દીધું છે. પાલિકાની સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન અને  શિવસેનાના નગરસેવક યશવંત જાધવે તાજેતરમાં એવો દાવો કર્યો હતો કે ભાજપના પાલિકાના સિનિયર નેતાઓના કારભારથી ભાજપના નગરસેવકો કંટાળી ગયા છે અને બહુ જલદી તેઓ પોતાના પક્ષને રામ રામ કરી દેવાના છે. ભાજપના અનેક નગરસેવક શિવસેનાના સંપર્કમાં હોવાનો અને ડિસેમ્બર સુધીમાં ભાજપના અનેક નગરસેવકો શિવસેનામાં જોડાઈ જશે એવો દાવો પણ શિવસેનાએ કર્યો છે. 

જાપાનના નવનિર્વાચિત વડા પ્રધાને એવું પગલું ભર્યું કે ચીન અને ઉત્તર કોરિયાના પેટમાં તેલ રેડાયું, થઈ ગયા લાલઘૂમ

ભાજપે હાલમાં જ પાલિકાની આશ્રય યોજનામાં 1844 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ કર્યો હતો. આ આરોપને પગલે સ્થાયી સમિતિના અધ્યક્ષે આ આરોપ સાબિત કરવાની ચૅલેન્જ આપી હતી. તેમ જ પોતાના નગરસેવકોને સંભાળી રાખવાની સલાહ પણ આપી હતી.

Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Delhi Blast: ખતરાની ઘંટી! દિલ્હી બ્લાસ્ટના તાર ૨ કાર સાથે જોડાયેલા, રાજધાનીમાં હજુ પણ ખતરો યથાવત
Attack Red Fort: ચોંકાવનારો ખુલાસો! ૨૬મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હુમલાનું હતું આયોજન, ડૉ. મુઝમ્મિલની પૂછપરછમાં કાવતરું થયું છતું!
Exit mobile version