Site icon News Continuous Bureau | Mumbai

અહો આશ્ચર્યમ.  હનુમાન ચાલીસા વગાડવા ના કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ સામેલ નહીં થાય.

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

 મહારાષ્ટ્રમાં મસ્જિદો પર ગેરકાયદેસર લાઉડ સ્પીકર નું(Loudspeaker Row) રાજકારણ ગરમ થયું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ(Hindu parishad) એ આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. દિલ્હી ખાતે વિશ્વ હિન્દુ પરિષદના(VHP) મહાસચિવ પ્રવીણ બંસલે(Praveen Bansal) મીડિયાને જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના(MNS) હનુમાન ચાલીસા(Hanuman Chalisa) વગાડવા ના કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ સામેલ નહીં થાય. પોતાની વાતને આગળ વધારતાં તેમણે જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ કોઈપણ રાજનૈતિક પાર્ટી ને સમર્થન આપતી નથી કે પછી તેમના કાર્યક્રમમાં સામેલ થતી નથી. મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વગાડવા નો કાર્યક્રમ એ એક રાજનૈતિક પાર્ટી નો કાર્યક્રમ હોવાને કારણે વિશ્વ હિન્દુ પરિષદ તેમાં સામેલ નહીં થાય.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રના રસ્તા પર ઘમાસાણ પાક્કું થશેજ… હનુમાન ચાલીસા  અઝાન કરતા ડબલ મોટા અવાજે વાગશે. રાજ ઠાકરેનો ફૂંફાડો..  પોલીસે પકડાવી નોટિસ.

 ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી એ(BJP) પહેલાં જ સ્પષ્ટતા કરી છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ  સેના સાથે તેમનું કોઈ રાજકીય ગઠબંધન(Political alliance) નહીં થાય. બીજી તરફ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ સામેલ નહીં થાય તેવી જાહેરાતને કારણે એક વાત સ્પષ્ટ છે કે ભાજપ અને એમએમએસ વચ્ચે ભલે ગુપ્ત  ગઠબંધન હોય પરંતુ જાહેર રીતે બંને પક્ષ અલગ રહેશે.

Gujarat Dam Water Levels Rise ભારે વરસાદ બાદ ગુજરાતના જળાશયોમાં જળરાશિની ભરપૂર આવક સરદાર સરોવર સહિત રાજ્યના ડેમો છલકાયા
Sanjay Raut On Disha Salian Case દિશા સાલિયાન કેસમાં નવો વળાંક આદિત્ય ઠાકરેને નોટિસ પહેલાં સંજય રાઉતનું મોટું નિવેદન, ઠાકરે પરિવાર…
Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Exit mobile version