ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 2 ડિસેમ્બર 2021
ગુરુવાર.
મહારાષ્ટ્રમાં પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુંબઈ પ્રવાસને લઈને રાજકારણ શરૂ થયું છે.
ભૂપેન્દ્ર પટેલના મુંબઈ પ્રવાસ પર શિવસેનાના નેતા સંજય રાઉતે કટાક્ષ કર્યો છે.
તેમણે કહ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાત માટે આજે ગુજરાતના મુખ્યમંત્રી અડધી કેબિન્ટ લઈને મુંબઈ આવ્યા છે. તેમનો રોડ-શો થઈ રહ્યો છે. શું વાઈબ્રન્ટ ગુજરાત મુંબઈને સમાપ્ત કરી દેશે?
સાથે તેમણે એવો પ્રશ્ન પણ કર્યો છે કે મમતા બેનર્જીના મહારાષ્ટ્ર પર પ્રવાસ બોલનાર ભાજપ હવે કેમ ચૂપ?
