Site icon News Continuous Bureau | Mumbai

Bribe News: રક્ષક જ બન્યા ભક્ષક! 5 હજારની લાંચ લેતા ઝડપાતા મધ્ય પ્રદેશનો અધિકારી રકમ ગળી ગયો, જુઓ વાયરલ વીડિયો

Bribe News: કટનીમાં, એક તલાટી લાંચ લેતા પોલીસના હાથે રંગે હાથે ઝડપાયો. કાયદેસરની કાર્યવાહી ન થાય તે માટે તલાટીએ સાડા ચાર હજાર રૂપિયા ગળી લીધા હતા. જોકે, પોલીસે ડોક્ટરની મદદથી તલાટીના તેના પેટમાંથી નોટો કાઢી લેવામાં આવ્યા હતા.

Video: Caught red-handed, Madhya Pradesh official swallows Rs 5,000 bribe money

Video: Caught red-handed, Madhya Pradesh official swallows Rs 5,000 bribe money

News Continuous Bureau | Mumbai  

Bribe News: મધ્ય પ્રદેશના કટની જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક તલાટી લાંચ લેતા ઝડપાયો તો તે લાંચની રકમ મોઢામાં નાખીને ચાવીને ગળી ગયો. આ પછી, લોકાયુક્ત, પોલીસની મદદથી, આરોપી તલાટીને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા અને તેના પેટમાંથી નોટ પાછી મેળવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ડોકટરોએ તેના પેટમાંથી નોટો કાઢી હતી

Join Our WhatsApp Channel

જુઓ વિડીયો

તલાટી લાંચની રકમ ગળી ગયો

જાણવા મળી રહ્યું છે કે તલાટીને લોકાયુક્તની ટીમે લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેણે પોતાને બચાવવાનો પ્રયાસ કરતાં લાંચની રકમ મોઢામાં નાખીને ચાવીને ગળી ગયો.. હાલ પટવારીની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Tamanna Bhatia : દુનિયાના 5મા સૌથી મોટા હીરાની માલિક છે તમન્ના ભાટિયા, આ વ્યક્તિ એ અભિનેત્રી ને આપી હતી ભેટ

જમીન કેસમાં 5 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી

મળતી માહિતી મુજબ, કટનીના બિલહારીમાં આરોપી તલાટીએ જમીનના સીમાંકન કામના બદલામાં પાંચ હજારની લાંચ માંગી હતી. આ લેતી વખતે લોકાયુક્તે તલાટી ને પકડી પાડ્યો હતો, પરંતુ કાર્યવાહી દરમિયાન તલાટી એ 500ની 9 નોટો મોંમાં નાખીને ચાવવાનું શરૂ કર્યું હતું. ટીમમાં સામેલ અધિકારીઓએ તેના મોંમાંથી લાંચની રકમ કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ તલાટીએ અધિકારીની આંગળી કાપી નાખી.

શું છે સમગ્ર મામલો

પીડિતએ 10 જુલાઈ, 2023ના રોજ જબલપુર લોકાયુક્ત પોલીસ અધિક્ષકને આ અંગે ફરિયાદ કરી હતી.
ફરિયાદના પગલે તપાસ કરતા અધિકારીઓને ફરિયાદ સાચી હોવાનું જણાયું હતું. લાંચની રકમ લેવા માટે તલાટી એ પીડિતને પોતાની ખાનગી ઓફિસમાં બોલાવ્યો હતો. જે બાદ લોકાયુક્તની ટીમે સંપૂર્ણ આયોજન કરીને આયોજનબદ્ધ રીતે કાર્યવાહી કરી હતી.

Illegal Human Egg Racket ED Raids મહારાષ્ટ્રમાં ગેરકાયદે અંડકોષ કાઢવાના રેકેટ પર ED નો સપાટો ૧૦ સ્થળોએ દરોડા, ₹૨૯ લાખ રોકડા જપ્ત!
Raj Thackeray On 500 Crore Row ₹૫૦૦ કરોડના આરોપ પાછળ કોણ છે માસ્ટરમાઇન્ડ? મનોજ જરાંગેના બચાવમાં ઉતર્યા રાજ ઠાકરે આપ્યું આ નિવદેન…
JJ Hospital Staff Acquitted જાતિવાદી ટિપ્પણી કેસમાં જે.જે. હોસ્પિટલના કર્મચારીને મોટી રાહત મુંબઈની વિશેષ અદાલતે તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા!
Mumbai Pollution High Court દરિયાકાંઠે વસેલું મુંબઈ ગેસ ચેમ્બર કેમ બન્યું? દિલ્હીને પણ પછાડી દેતા હાઈકોર્ટનો પ્રશાસન પર ચાબખા “તમે હાથ પર હાથ ધરીને બેઠા છો?”
Exit mobile version