Site icon News Continuous Bureau | Mumbai

દાદા પી રહ્યા હતા ચા, અચાનક જ ખિસ્સામાં રાખેલા મોબાઈલમાંથી નીકળ્યો ધુમાડો અને લાગી આગ.. જુઓ વિડીયો

Narrow escape for Kerala man, 76, as mobile phone explodes

દાદા પી રહ્યા હતા ચા, અચાનક જ ખિસ્સામાં રાખેલા મોબાઈલમાંથી નીકળ્યો ધુમાડો અને લાગી આગ.. જુઓ વિડીયો

 News Continuous Bureau | Mumbai

કેરળમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક એવી ઘટના સામે આવી છે કે જ્યારે એક સિનિયર સિટિઝન ચા પી રહ્યા હતા ત્યારે તેમના ખિસ્સામાંથી ફોન ફાટ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. આ ઘટના ગુરુવારે સવારે ત્રિશૂરના મરોત્તીચલમાં બની હતી.

Join Our WhatsApp Channel

જોકે સદનસીબે તે આગમાં બચી ગયા હતા. જો ફોનમાં વિસ્ફોટ થયો હોત તો કંઈ પણ થઈ શક્યું હોત. આ ઘટનાની ભારે ચર્ચા થઈ રહી છે અને આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં એક મહિનામાં આ ત્રીજી ઘટના બની છે. આ વિડિયો જોયા પછી તમે પણ તમારો મોબાઈલ ખિસ્સામાં મૂકતા પહેલા દસ વાર વિચારશો.

આ સમાચાર પણ વાંચો: મોટા પડદા બાદ હવે OTT પર જોવા મળશે શાહરૂખ-રણવીરનો ચાર્મ, આ વેબ સિરીઝમાં મળશે જોવા!

આ વીડિયોમાં આ વ્યક્તિ ચાના સ્ટોલ પર બેઠેલા જોવા મળી રહ્યા છે. તેઓ ખૂબ જ આરામથી બેઠા હતા ત્યારે અચાનક તેમના ખિસ્સામાંથી મોબાઈલ ફોન ફાટ્યો અને આગ લાગી ગઈ. વિસ્ફોટનો અવાજ સાંભળતા જ તેણે ખિસ્સામાંથી ફોન કાઢીને જમીન પર ફેંકી દીધો. પરંતુ આ દરમિયાન તેમના શર્ટમાં આગ લાગી ગઈ હતી. નજીકના નાગરિકોએ ઝડપથી શર્ટની આગને કાબૂમાં લેતા તેઓ બચી ગયા હતા. આ પહેલા પણ કેરળમાં મોબાઈલ ફોન વિસ્ફોટને કારણે આઠ વર્ષની બાળકીનું મોત થયું હતું. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.

Thane Police Swift Action થાણે પોલીસની ત્વરિત કામગીરી, રિક્ષામાં ભુલાઈ ગયેલું કિંમતી લેપટોપ CCTV ની મદદથી શોધી માલિકને સોંપાયું
Election Commission Violation Dharavi ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન, મતદાર યાદી સામે એક જ દિવસમાં ૨૪ વાંધા અરજી કરનાર સામે ગુનો દાખલ
Third Mumbai Growth Engine ૧૫ લાખ નવી નોકરીઓ અને અલ્ટ્રામોડર્ન સિટી! મુંબઈપુણે વચ્ચે આકાર લઈ રહ્યું છે ‘ત્રીજું મુંબઈ’ જાણો યુવાનો અને રોકાણકારો માટે શું છે ખુશખબર?
Nashik Shankhnaad World Record ચેન્નઈથી ખાસ મંગાવાયેલા શંખ અને સાડા પાંચ મિનિટ સુધી અવિરત ગુંજ! નાસિકના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાયો આ વર્લ્ડ રેકોર્ડ
Exit mobile version