Site icon

કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નમાઝ અદા કરતો વિડિયો સોશિયલ મિડિયામાં થયો વાયરલ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં એક વ્યક્તિ કથિત રીતે નમાઝ અદા કરી રહ્યો હોવાનો અહેવાલ એક મિડિયા હાઉસમાં પ્રકાશિત થયા બાદ બબાલ મચી ગઈ છે.

Join Our WhatsApp Community

 એક મિડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ કેવડિયામાં 135 મીટર ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે રોજના હજારો પ્રવાસીઓની ભીડ ઉમટતી હોય છે. દેશ વિદેશના અનેક પર્યટકો અહીં મુલાકાતે આવતા હોય છે. અહીં સુરક્ષા વ્યવસ્થા પણ મજબુત હોવાનું કહેવાય છે. તે વચ્ચે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં પર્યટકોની ભીડ વચ્ચે એક શખ્સ નમાઝ અદા કરી રહ્યો હોવાનો વિડિયો વાયરલ થયો હોવાનો દાવો પણ  મિડિયા હાઉસે તેના અહેવાલમાં કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર: બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારને યુવાને સ્ટેજ પર માર્યો મુક્કો, જુઓ વીડિયો..

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં નમાઝ અદા કરતા વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયા હોવાને કારણે ધાર્મિક ભાવના દુખાવાની અને બે કોમ વચ્ચે તણાવની કથિત શક્યતાને પગલે પોલીસ પણ  એલર્ટ થઈ ગઈ હતી અને વાયરલ થયેલા વિડિયો સંદર્ભમાં તપાસ ચાલી કરી હોવાનું પણ સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું.

 

 

Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Exit mobile version