ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ઉજ્જૈન
9 જુલાઈ 2020
કાનપુર હત્યાકાંડના માસ્ટર માઇન્ડ વિકાસ દુબેની હત્યાકાંડના સાત દિવસ બાદ મધ્ય પ્રદેશના ઉજ્જૈન મહાકાલ મંદિરમાં થી ધરપકડ થઈ છે. વિકાસની ગિરફ્તારી બાદ હવે ઉત્તર પ્રદેશ પોલીસ એના પ્રતર્પણ માટે કોર્ટ સમક્ષ અરજી કરશે..
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગેંગસ્ટર વિકાસ દુબેની ધરપકડ ને લઇ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી છે. કહેવાય છે કે એના ત્રણ ખાસ સાથીદારોની જે રીતે એક બાદ એક એન્કાઉન્ટરમાં હત્યા થઈ એ જોઈ, પોલીસ પોતાનું પણ એન્કાઉન્ટર કરી શકે છે એવા ડરને કારણે તેણે સરેન્ડર કરવાની યોજના બનાવી હતી.
કહેવાય છે કે એન્કાઉન્ટરની બીકે એણે સામેથી જ મંદિરમાં જઈ સિક્યુરિટી ગાર્ડને કહ્યું કે "મેં વિકાસ દુબે હું કાનપુર વાલા, આપ પોલીસ કો ફોન કર દો" ત્યારબાદ મધ્યપ્રદેશની પોલીસે જઈને વિકાસની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે વિકાસનો બોડીગાર્ડ અભય દુબે અને આજે પ્રભાત મિશ્રા તેમ જ રણબીર શુક્લાની પોલીસ એન્કાઉન્ટરમાં હત્યા થઈ છે.
નોંધનીય છે કે વિકાસ દુબેએ તેને પકડવા ગયેલા આઠ પોલીસ કર્મીઓની બેરહમીથી હત્યા કર્યા બાદ ગામના ચાર રસ્તા પર તેઓની લાશ સળગાવવાની યોજના ઘડી હતી….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
