Site icon

Viksit Maharashtra Vision 2047: મહારાષ્ટ્ર સ્ટેટ ઇનોવેશન સોસાયટીના ફિનલેન્ડ અને ત્રણ અન્ય સંસ્થાઓ સાથે એમઓયુ, મહારાષ્ટ્રના યુવાનોને વૈશ્વિક સ્તરે વ્યવસાયની મળશે તકો…

Viksit Maharashtra Vision 2047: મંત્રી લોઢાની હાજરીમાં, કૌશલ્ય વિકાસ વિભાગની મહારાષ્ટ્ર સ્ટેટ ઇનોવેશન સોસાયટી અને ફિનલેન્ડના હાઇ કમિશનર ડૉ. ઇવા નિલ્સન સહિત ત્રણ અન્ય સંસ્થાઓ સાથે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

Viksit Maharashtra Vision 2047 Maharashtra Signs 3 Pacts With Finland To Boost Youth Startups, Research, Training

Viksit Maharashtra Vision 2047 Maharashtra Signs 3 Pacts With Finland To Boost Youth Startups, Research, Training

News Continuous Bureau | Mumbai

Viksit Maharashtra Vision 2047:   પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે અને મહારાષ્ટ્રનું આમાં નોંધપાત્ર યોગદાન રહેશે, એવી ખાતરી રાજ્યનાં કૌશલ્ય વિકાસ, રોજગાર અને નવીનતા મંત્રી શ્રી મંગલપ્રભાત લોઢાએ આપી હતી. સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે કૌશલ્ય વિકાસ વિભાગ અને ફિનલેન્ડ વચ્ચે સ્ટાર્ટ-અપ્સ અંગે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેઓ આ પ્રસંગે બોલી રહ્યા હતા. મંત્રી લોઢાની હાજરીમાં, કૌશલ્ય વિકાસ વિભાગની મહારાષ્ટ્ર સ્ટેટ ઇનોવેશન સોસાયટી અને ફિનલેન્ડના હાઇ કમિશનર ડૉ. ઇવા નિલ્સન સહિત ત્રણ અન્ય સંસ્થાઓ સાથે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Community

ફિનલેન્ડ, ગ્લોબલ એક્સેસ ટુ ટેલેન્ટ ફ્રોમ ઈન્ડિયા (ગતિ), મેજિક બિલિયન અને ચાર્કોસ એન્ટરપ્રાઈઝીસ સાથે પ્લેસમેન્ટ, રિસર્ચ, ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેનિંગ પહેલ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મિત્રાના અધિક મુખ્ય અધિકારી અમન મિત્તલ, અધિક મુખ્ય સચિવ મનીષા વર્મા, રતન ટાટા સ્કિલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અપૂર્વા પાલકર અને વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ નિયામક માધવી સરદેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, એમઓયુ પર હસ્તાક્ષર પહેલાં, મહારાષ્ટ્ર સ્ટેટ ઇનોવેશન સોસાયટી દ્વારા વિકસિત મહારાષ્ટ્ર વિઝન ૨૦૪૭ વિષય પર એક વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ એમઓયુનો મુખ્ય ઉદ્દેશ્ય નવીનતા, સંશોધન, ઉદ્યોગસાહસિકતા અને રોકાણના ક્ષેત્રમાં સહયોગ સાધવાનો રહેશે. બંને દેશોમાં સ્ટાર્ટઅપ્સ માટે તકો પૂરી પાડવા, વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં સંશોધન, રોકાણ, રોજગાર મેળાઓ, સ્ટાર્ટઅપ સમિટ જેવા નવીન કાર્યક્રમોનું સંયુક્ત આયોજન, ટેકનોલોજી ટ્રાન્સફર અને ઔદ્યોગિક સંશોધન સહયોગને સક્ષમ બનાવવા પર વધુ ભાર મૂકવામાં આવશે. ફિનલેન્ડની કંપનીઓ સાથે સહયોગમાં મહારાષ્ટ્રમાં એક અત્યાધુનિક તાલીમ કેન્દ્ર સ્થાપિત કરવા માટે એક રૂપરેખા તૈયાર કરવામાં આવશે.

કૌશલ્ય વિભાગ હેઠળ આવતી મહારાષ્ટ્ર સ્ટેટ ઇનોવેશન સોસાયટીએ આ કરાર દ્વારા ઉદ્યોગસાહસિકતામાં આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવા તરફ એક ઐતિહાસિક પગલું ભર્યું છે. મંત્રી મંગલપ્રભાત લોઢાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “આ ખાનગી અને જાહેર ભાગીદારી (PPP) નીતિનું પરિણામ છે જેનો સીધો લાભ મહારાષ્ટ્ર અને દેશના યુવા ઉદ્યોગસાહસિકોને મળી શકે છે. આ પ્રકારની પહેલ દ્વારા જ્ઞાનનું વૈશ્વિક આદાનપ્રદાન, કૌશલ્ય તાલીમની તકો અને ઉચ્ચ-ગુણવત્તાવાળા સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ વાતાવરણનું સર્જન થઈ રહ્યું છે. દરમિયાન, ફિનલેન્ડના હાઈ કમિશનર ડૉ. ઈવા નિલ્સને કૌશલ્ય વિકાસ વિભાગની નીતિ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો. આ MoU દ્વારા, મહારાષ્ટ્ર સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની તેમણે ખાતરી આપી હતી. આ ઉપરાંત, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બંને દેશોમાં સ્ટાર્ટઅપ્સ માટે નવી તકો ઊભી થશે. આ કરાર દ્વારા, મહારાષ્ટ્રના સ્ટાર્ટઅપ્સ વૈશ્વિક મંચ પર પોતાની ઓળખ બનાવશે. ઉપરાંત, મજબૂત સંબંધો દ્વારા, આ કરાર અન્ય ઉદ્યોગસાહસિકો માટે એક નવી ઓળખ બનાવશે, એમ અધિક મુખ્ય સચિવ મનીષા વર્માએ આ પ્રસંગે જણાવ્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Maharashtra cybercrime news: સાયબર ક્રાઇમ પર તવાઈ: સભાપતિએ ‘બનાવટી એપ’ દ્વારા થતી છેતરપિંડી રોકવા નિર્દેશ આપ્યા, યુવાનોને જાગૃત કરવા અપીલ.
Nashik car accident: નાસિકમાં કાર અકસ્માત: શિરડી જઈ રહેલા ગુજરાતના ૩ શ્રદ્ધાળુઓના કરુણ મોત, ૪ ઘાયલ
Navneet Rana Threat: ધમકીનો સિલસિલો યથાવત્: નવનીત રાણાને ફરીથી હત્યાની ધમકી, સ્પીડ પોસ્ટથી પત્ર મોકલાતા ખળભળાટ.
Cyclone Montha: મોંથા હવે ક્યાં વળશે? આંધ્રમાં ભારે નુકસાન બાદ આગામી સંકટ કયા દરિયાકાંઠાના રાજ્યો પર છે?
Exit mobile version