Site icon

બળબળતા બપોર.. ગરમી સહન ન કરી શક્યા તો ભર બજારે સ્કૂટી પર નહાવા લાગ્યા યુવક-યુવતી, જુઓ વાયરલ વીડિયો.

બળબળતા બપોર.. ગરમી સહન ન કરી શક્યા તો ભર બજારે સ્કૂટી પર નહાવા લાગ્યા યુવક-યુવતી, વીડિયો વાયરલ થતા પોલીસ આવી હરકતમાં.. જુઓ વિડીયો.

બળબળતા બપોર.. ગરમી સહન ન કરી શક્યા તો ભર બજારે સ્કૂટી પર નહાવા લાગ્યા યુવક-યુવતી, વીડિયો વાયરલ થતા પોલીસ આવી હરકતમાં.. જુઓ વિડીયો.

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા પર દરરોજ અલગ અલગ વીડિયો વાયરલ થઈ રહ્યા છે. કેટલાક જોવામાં ખુબ સુંદર લાગે છે તો કેટલાક ખૂબ જ વિચિત્ર લાગે છે. ત્યારે એવો જ એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. એક કપલ સ્કૂટર પર નહાતું જોવા મળે છે. આ અજીબોગરીબ ઘટના થાણે નજીક બની છે અને બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

વાયરલ વીડિયોમાં એક કપલ દોડતી સ્કૂટી પર નહાતું જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક સ્કૂટી ચલાવી રહ્યો છે જ્યારે યુવતી તેની પાછળ ડોલ લઈને બેઠી છે. તે તેમાંથી પાણી લે છે અને ક્યારેક તે યુવકના શરીર પર રેડે છે અને ક્યારેક તે પોતાની પર રેડે છે. આ વિચિત્ર દ્રશ્ય જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. પહેલી નજરે એવું લાગે કે આવો વિચિત્ર હરકત ગરમીથી બચવા માટે કરી હશે. પરંતુ રીલ્સના યુગમાં, કંઈપણ શક્ય છે.

આ સમાચાર પણ વાંચો: ઉનાળાના વેકેશનની મજા! જમ્મુ માટે અહીંથી દોડશે ‘સમર સ્પેશિયલ’, જાણો અહીં સમયપત્રક

ટ્વિટર પર શેર કરવામાં આવેલ આ વીડિયોને અત્યાર સુધીમાં ચાર હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જેના પર અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે. મનોરંજનના નામે યુઝર થાણે પોલીસ અને ડીજીપી મહારાષ્ટ્રને ટેગ કરે છે શું આવી બકવાસ માન્ય છે? આ સાથે યુઝરે જણાવ્યું કે આ ઘટના ઉલ્હાસનગર સેક્ટર 17માં બની હતી.

વીડિયો વાયરલ થતાની સાથે જ પોલીસે મામલાની નોંધ લીધી અને તેની સામે કાર્યવાહી શરૂ કરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુવક વિરુદ્ધ હેલ્મેટ ન પહેરવા અને જીવને જોખમમાં મૂકવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Maharashtra cybercrime news: સાયબર ક્રાઇમ પર તવાઈ: સભાપતિએ ‘બનાવટી એપ’ દ્વારા થતી છેતરપિંડી રોકવા નિર્દેશ આપ્યા, યુવાનોને જાગૃત કરવા અપીલ.
Nashik car accident: નાસિકમાં કાર અકસ્માત: શિરડી જઈ રહેલા ગુજરાતના ૩ શ્રદ્ધાળુઓના કરુણ મોત, ૪ ઘાયલ
Navneet Rana Threat: ધમકીનો સિલસિલો યથાવત્: નવનીત રાણાને ફરીથી હત્યાની ધમકી, સ્પીડ પોસ્ટથી પત્ર મોકલાતા ખળભળાટ.
Cyclone Montha: મોંથા હવે ક્યાં વળશે? આંધ્રમાં ભારે નુકસાન બાદ આગામી સંકટ કયા દરિયાકાંઠાના રાજ્યો પર છે?
Exit mobile version