Site icon

Viral video : સ્કૂટી બાદ હવે કારનું સનરૂફ ખોલી રોમાન્સ કરતા જોવા મળ્યુ કપલ, કેમેરામાં કેદ થઇ અશ્લીલ ઘટના.. જુઓ વિડીયો..

Viral video Hyderabad couple kisses over car's open sunroof. Viral video angers Internet

Viral video Hyderabad couple kisses over car's open sunroof. Viral video angers Internet

News Continuous Bureau | Mumbai 

Viral video : તેલંગાણાના હૈદરાબાદનો ( Hyderabad ) એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં હૈદરાબાદમાં એક કપલ ( Couple ) કથિત રીતે તેમની કારના સનરૂફમાંથી ( car sunroof ) બહાર આવીને રોમાન્સ ( Romance ) કરતા જોવા મળે છે. આ ઘટના તાજેતરમાં બની છે. આ વીડિયોમાં કપલ એકબીજાને કિસ કરતા જોવા મળે છે. સનરૂફમાંથી બહાર આવ્યા બાદ જે કારમાં બંને કિસ કરી રહ્યા છે. તે કાર હૈદરાબાદમાં એક્સપ્રેસ વે ( Expressway ) પર ખૂબ જ ઝડપે આગળ વધી રહી છે.

જુઓ વિડીયો

ઇન્ટરનેટ પર થઈ ભારે ટીકા

વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક મહિલાને વારંવાર કિસ કરે છે અને પછી તે તેના હાથ હવામાં લહેરાવે છે. આ સમય દરમિયાન, તેઓ હાઇવે પર હાજર અન્ય લોકો કેવું અનુભવી શકે છે તેની પણ પરવા કરતા નથી. હાઈવે પર મુસાફરી કરનારાઓમાં બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થઈ શકે છે. આ વીડિયો વાયરલ થયા બાદ ઈન્ટરનેટ પર તેની ભારે ટીકા થઈ રહી છે. એક યુઝરે લખ્યું, આશા છે કે હૈદરાબાદ પોલીસ આના પર કાર્યવાહી કરશે. એવી રીતે અસુરક્ષિત ડ્રાઇવિંગ પણ ખતરનાક બની શકે છે.

આ સમાચાર પણ વાંચો : MP Polls 2023: નેતા બનવા માટે ભણવું જરૂરી નથી? મધ્ય પ્રદેશ ચૂંટણીમાં પાંચમું અને આઠમું પાસ ઉમેદવારોને મળી ટિકિટ.. વાંચો સંપુર્ણ જાહેર લિસ્ટ વિગતે અહીં..

કાર્યવાહી કરવાની માંગ

મળતી માહિતી મુજબ, હૈદરાબાદના પીવી નરસિમ્હા રાવ એક્સપ્રેસ વે પર એક કપલ કારના સનરૂફ પરથી કિસ કરતા જોવા મળ્યું હતું. હાઇવે પર કાર સ્પીડમાં દોડી રહી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો પોલીસને દંપતી સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

Exit mobile version