હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરભદ્ર સિંહનું આજે વહેલી સવારે નિધન થયું છે.
લાંબી બીમારી સામે ઝઝૂમ્યા બાદ તેમણે શિમલાની ઈંદિરા ગાંધી મેડિકલ કૉલેજમાં સવારે 3.40 વાગ્યે અંતિમ શ્વાસ લીધા.
તેમણે કોરોનાને 2 વખત માત આપી હતી. છેલ્લા 2 દિવસથી તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી જેથી તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે તેઓ વીરભદ્ર સિંહ 9 વખત ધારાસભ્ય રહી ચુક્યા હતા અને સાથે જ 5 વખત સાંસદ તરીકે પણ પસંદગી પામ્યા હતા.
તેમણે 6 વખત મુખ્યમંત્રી તરીકે હિમાચલ પ્રદેશની કમાન સંભાળી હતી. હાલ તેઓ સોલન જિલ્લાના અરકી ખાતેથી ધારાસભ્ય હતા.
