Site icon

દેશમાં પ્રથમવાર એક નેત્રહીન વ્યક્તિ બન્યા આ જિલ્લાના ઉપઆયુક્ત. જાણો તેમની સંઘર્ષ યાત્રા..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

16 જુલાઈ 2020

દેશમાં પ્રથમવાર એક નેત્રહીન વ્યક્તિની બોકારો જિલ્લાના ઉપઆયુક્ત તરીકે નિયુક્તી કરવામાં આવી છે. નોંધપાત્ર ઘટના એ છે કે રાજેશ સિંહ આ પદ સુધી પહોંચનાર દેશના પ્રથમ દૃષ્ટિહીન વ્યક્તિ છે. મૂળ બિહાર પટનાના ધનરુઆના રહેવાસી રાજેશ સિંહ સામે આઈએએસ બન્યા પછી ઘણી અડચણો આવી હતી..પરંતુ લાંબી કાનૂની લડત બાદ તેમણે આજે સફળતા હાંસલ કરી છે. બોકારો ના DC બનતા પહેલા તેઓ ઉચ્ચ શિક્ષણમાં વિશેષ સચિવ હતા. દૃષ્ટિહીન રાજેશસિંહે વર્ષ 2007 માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. તે સમયે રાજેશ સિંહ દેશના પ્રથમ નેત્રહીન વ્યક્તિ હતાં જે આઈએએસ બન્યા હતાં. આમ છતાં તેમની સરકારી નિમણૂકમાં ઘણી અડચનો આવી હોવા છતાં, તેમણે પોતાના હકની લડાઇ જીતી લીધી અને 2011 માં સરકારે તેમની નિમણૂક કરવી પડી હતી. 

રાજેશસિંહને નાનપણમાં ક્રિકેટ રમવાનો શોખ હતો. ત્યારે ક્રિકેટ રમતી વખતે એક અકસ્માતમાં તેમની દૃષ્ટિ જતી રહી હતી. આ પછી તેમનો ખરો સંઘર્ષ ચાલુ રહ્યો અને તેમણે દિલ્હી યુનિવર્સિટી તેમજ જેએનયુમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ 2007 માં યુપીએસસીની પરીક્ષા પાસ કરીને તે આઈએએસ બન્યા, પરંતુ તેમની નિમણુંક ન થતી હોવાથી તેઓ સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યાં હતાં. જ્યાં લાંબી કાનૂની લડત બાદ અંતે કોર્ટે સરકારને રાજેશસિંહની નિમણૂક કરવા નિર્દેશ આપ્યો. તે જ સમયે, કોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે આઈએએસને "દ્રષ્ટિની નહીં, દ્રષ્ટિકોણ" ની આવશ્યકતા છે. રાજેશસિંહના આ અભિગમને લીધે આજે તેઓ આ પદ પર પહોંચ્યા છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2WjakqN 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version