Site icon

કેદારનાથમાં આવી બેદરકારી- ભીડની વચ્ચે બેકાબૂ હેલિકોપ્ટરનું ખતરનાક લેન્ડિંગ- શ્રદ્ધાળુઓમાં મચી અફરા-તફરી- જુઓ વિડીયો

 News Continuous Bureau | Mumbai 

હાલ ઉત્તરાખંડ(Uttarakhand)માં ચાલી રહેલી ચારધામ યાત્રા (Chardham Yatra)સતત ચર્ચામાં છે. આ વર્ષે ઘણા લોકોએ યાત્રા દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આંકડો 100ને પાર થઈ ચૂક્યો છે. આ બધાની વચ્ચે કેદારનાથ(Kedarnath)થી વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં એક અનિયંત્રિત હેલિકોપ્ટરનું ખતરનાક લેન્ડિંગ(Helicopter landig) જોવા મળી રહ્યું છે. બેકાબૂ હેલિકોપ્ટરને જોઈ ઘણા પ્રવાસી(tourists)ઓ જીવ બચાવવા માટે ભાગતા જોવા મળી રહ્યા છે. થમ્બે એવિએશન(Thumbe Aviation)નું આ હેલિકોપ્ટર હેલિપેડ સાથે ટકરાઈને ઉછળ્યું અને 270 ડિગ્રી ટર્ન થઈ ગયું હતું.

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ વિડીયો કેદારનાથ(Kedarnath)નો, ગત 31મી મેનો છે. હકીકતમાં, એક પેસેન્જર હેલિકોપ્ટર(Passenger helicopter)નું હેલીપેડ પર લેન્ડિંગ થવાનું હતું, પરંતુ કેટલાક કારણોસર તે હેલિકોપ્ટર બેકાબૂ થઈ ગયું અને સીધું જમીન સાથે ટકરાયું. વાયરલ થઈ રહેલા વીડિયો(Viral video)માં જોવા મળી રહ્યું છે કે, હેલિકોપ્ટર એકદમ સ્પીડ(Speed)માં જમીન તરફ આવે છે. એ સમયે ત્યાં ઘણા લોકો ઉપસ્થિત હોય છે. જેવું હેલિકોપ્ટર જમીન સાથે ટકરાય છે, શ્રદ્ધાળુ(Devottee)ઓમાં અફરાતફરી મચી જાય છે અને બધા ભાગવા લાગે છે. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ(Helicopter hard landing) જરૂર થયું છે, પરંતુ તે પ્રવાસીઓથી થોડે દૂર જઈને પડ્યું હતું. જેના કારણે લોકોનો બચાવ થયો અને મોટી દુર્ઘટના થતી રહી ગઈ.

આ સમાચાર પણ વાંચો :

ઇન્ટરનેટ પર આ વિડીયો વાયરલ થયા પછી ડીજીસીએ(DGCA)એ ઓપરેશન્સ માટે કડક નિર્દેશ આપ્યા છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે, જવાબદાર સંચાલન કર્મચારી(officials)ઓ સામે કડક પગલાં લેવાશે. સાથે એ વાત પર ભાર આપ્યો છે કે, ચારધામ યાત્રા(Chardham Yatra) દરમિયાન હેલિકોપ્ટર ઉડાવનારા પાયલટ(Pilot) સંપૂર્ણ રીતે યોગ્ય હોવા જોઈએ. તેમની પાસે પૂરતો અનુભવ(experience)હોવો જોઈએ, કોઈપણ કિંમતે પ્રવાસીઓની સુરક્ષા(safety) સાથે સમજૂતી કરી શકાય નહીં.

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version