ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જુલાઈ 2021
સોમવાર.
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં રવિવારને દિવસે જોરદાર વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે અનેક વિસ્તારો ટાપુ બની ગયા હતા. આવા જ પ્રભાવિત વિસ્તારો માંથી એક એવા મુંબઈ થી ભિવંડી તરફ જતા શીલ ફાંટા રોડ નો વિડીયો હમણાં સામે આવ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે આખો રસ્તો તણાઈ ગયો છે તેમજ રસ્તા પર નદી આવી પહોંચે છે. જે લોકો રસ્તા પર ફસાઈ ગયા છે તેમને રસી બાંધીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે.
કોંકણ રેલવે નો વ્યવહાર થયો બંધ. આ દુર્ઘટના થઈ. જાણો વિગત.
આ ઉપરાંત વાહન વ્યવહાર પણ થંભી ગયો છે. વરસાદનું જોર ઓછું થતાં વાહન વ્યવહાર પૂર્વવત થયો. જુઓ વિડિયો…