ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૬ જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
મહારાષ્ટ્રમાં આજે બપોરે ૧ વાગ્યે એસએસસીનું પરિણામ જાહેર થવાનું હતું. જોકે, વેબસાઈટ પર લોડ વધી જતા તુરંત રિઝલ્ટની તમામ વેબસાઈટ બંધ થઈ ગઈ હતી અને વિદ્યાર્થીઓ સતત પાંચ કલાકની જહેમત બાદ પણ રિઝલ્ટ જોઈ શક્યા ન હતા. સાંજે ટૂંક સમય માટે વેબસાઈટ શરૂ થઈ હતી, પરંતુ ફરીથી તે બંધ થઈ જતા વિદ્યાર્થીઓને હાલકી ભોગવવી પડી હતી.
આ સમગ્ર ઘટના બદલ મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે વિદ્યાર્થીઓ અને વાલીઓની માફી માગવી પડી હતી. સાંજે સાડા સાત વાગ્યે તેમણે ન છૂટકે ટ્વીટ કરી આ સંદર્ભે સત્તાવાર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું છે હતું કે “આજે રિઝલ્ટમાં તકનીકી ખામીને કારણે જે વિલંબ થયો છે તે બદલ હું માફી માગું છું. આ ઘટના બદલ જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.” વર્ષા ગાયકવાડે ઉમેર્યું હતું કે વેબસાઈટને ટૂંક જ સમયમાં ફરી શરૂ કરવામાં આવશે.
EDએ કરી અનિલ દેશમુખ વિરુદ્ધ મોટી કાર્યવાહી; આટલા કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે દિવસ દરમિયાન વિદ્યાર્થીઓએ ટ્વીટર પર પોતાનો રોષ ઠાલવ્યો હતો અને વિવિધ મીમ્સ શેર કરી શિક્ષણ વિભાગની ઠેકડી ઉડાવી હતી. ટ્વીટર પર આજે આખો દિવસ #sscresult2021 ટ્રેન્ડ થતું હતું.
