કેરળમાં વધતા જતા કોરોનાનાં કેસને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે.
કેરળ સરકારે રાજ્યમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે.
આ પેહલા રાજ્યમાં 24 અને 25 જુલાઈએ પણ સંપૂર્ણપણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.
સરકાર રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર ની અધ્યક્ષતામાં 6 સદસ્યવાળી ટીમ કેરળમાં મોકલી છે, કેમ કે અહીં કોરોનાનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા 24 કલાકના આવેલા કોરોનાનાં નવા સામે આવી રહેલા કેસનાં અડધાથી વધુ કેસ કેરળનાં જ છે.
