News Continuous Bureau | Mumbai
Viksit Bharat Sankalp Yatra: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ( Narendra Modi ) નેતૃત્વમાં અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા ( Dadra ) અને નગર હવેલી ( Nagar Haveli ) અને દમણ ( Daman ) અને દીવના માનનીય પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ( Prafulbhai Patel ) સુયોગ્ય માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી “વિકાસિત ભારત સંકલ્પ યાત્રા”ના રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે દમણ જિલ્લાની આટિયાવાડ ( Atiyawad ) ગ્રામ પંચાયતમાં આયોજિત કાર્યક્રમમાં ભારત સરકાર આયોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી (મેડિકલ એજ્યુકેશન) ર્ડો. વિપુલ અગ્રવાલ, જિલ્લા કલેક્ટર ર્ડો. સૌરભ મિશ્રા, જિલ્લા પંચાયતના સીઓ આશિષ મોહન, જિલ્લા પંચાયતના પ્રમુખ જાગૃતિબેન પટેલ, સહિત અન્ય અતિથીઓ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું.

Welcoming the Chariot of Vikasit Bharat Sankalp Yatra at Atiyawad in Daman District.
કાર્યક્રમમાં સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. બાલ ભવન અને સ્વ-સહાય જૂથના બાળકો દ્વારા “ધરતી કહે પુકારકે” નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આટિયાવોર્ડ ગ્રામ પંચાયત ઓડીએફ અને હર ઘર જલ યોજનામાં વધુ સારી કામગીરી માટે સરપંચ ઉર્વશીબેન પટેલ ને સન્માન કરાયું હતું. આટિયાવોર્ડ પંચાયત વિસ્તારની શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર, આશા વર્કર, સ્વ-સહાય જૂથની મહિલાઓ અને નિબંધ અને ચિત્ર સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વિકસિત ભારત પ્રત્યે પ્રતિબદ્ધ બનવાના શપથ લીધા હતા .
Welcoming the Chariot of Vikasit Bharat Sankalp Yatra at Atiyawad in Daman District.
આ સમાચાર પણ વાંચો : IT Raid : કોંગ્રેસ સાંસદ પાસેથી ઝડપાયો ખજાનો, ITની રેડમાં તિજોરી ભરીને રોકડા મળ્યા, ટ્રક નાનો પડી ગયો, રૂપિયા ગણાવાના મશીન પણ થયા ફેલ..,
મેરી કહાની મેરી ઝુબાનીમાં પ્રધાનમંત્રીની યોજનાઓના લાભાર્થીઓએ તેમના અનુભવો વર્ણવ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, જ્યાં લાભાર્થીઓને લાભ અને માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ સાથે આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું. વિકાસ ભારત સંકલ્પ યાત્રાએ દમણના આટીયાવાડ ગામના વિસ્તારોની મુલાકાત લીધી હતી અને શેરી નાટક અને વિડિયો ફિલ્મ દ્વારા લોકોને માહિતી આપવામાં આવી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.