News Continuous Bureau | Mumbai
દેશમાં કોરોનાની સ્થિતિ સારી થતા જ હવે તમામ રાજ્યો દ્વારા કોરોના પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે.
આ ક્રમમાં હવે પશ્ચિમ બંગાળમાં કોરોનાને લઈને લાદવામાં આવેલા મોટા ભાગના નિયંત્રણો સંપૂર્ણપણે સમાપ્ત કરવામાં આવ્યા છે.
એટલે કે માર્ચ, ૨૦૨૦માં કોરોનાની મહામારીનો આરંભ થયાના લગભગ બે વર્ષ બાદ નિયંત્રણો હટાવવામાં આવ્યાં છે.
જોકે, સરકારે બહાર પાડેલા જાહેરનામામાં માસ્ક સહિત આરોગ્યને લગતા નિયમોનું પાલન કરવા પર ભાર મૂક્યો છે.
આ સમાચાર પણ વાંચો: કુંવારી દીકરીઓના લગ્નના ખર્ચાને લઈને છત્તીસગઢ હાઈકોર્ટે આપ્યો આ મહત્વનો ચુકાદો… જાણો વિગતે