Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં પ્રથમ વખત આ રાજ્યમાં 10મા ધોરણની પરીક્ષા દરમિયાન ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ, જાણો શું છે કારણ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 07 માર્ચ, 2022,

Join Our WhatsApp Channel

સોમવાર,

પશ્ચિમ બંગાળમાં આજથી રાજ્ય બોર્ડ 10મા ધોરણની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. 

આ પરીક્ષાઓમાં 6,21,931 વિદ્યાર્થીનીઓ અને 4,96,890 વિદ્યાર્થીઓ હિસ્સો લઈ રહ્યા છે. 

જોકે આ વખતે આ પરીક્ષા એટલા માટે ચર્ચામાં છે કારણ કે, રાજ્ય સરકારે પરીક્ષા દરમિયાન સમગ્ર રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી હતી. 

સત્તાવાર આદેશ દ્વારા કોઈ પણ પરીક્ષા દરમિયાન ઈન્ટરનેટ બંધ કરવાનો આ દેશનો આવા પ્રકારનો પ્રથમ બનાવ છે.  

રાજ્ય સરકારના આદેશ પ્રમાણે માર્ચની 7, 8, 9, 11, 12, 14 અને 16 તારીખો દરમિયાન ઈન્ટરનેટ બંધ રહેશે. 

ઈન્ટરનેટ સેવાઓ બંધ રહેવાની અવધિ સવારના 11:00 વાગ્યાથી બપોરના 3:15 વાગ્યા સુધીની રહેશે.

માનવામાં આવે છે કે બોર્ડની પરીક્ષામાં વિધાર્થીઓ ચીટિંગ ન કરી શકે તે માટે આવું કરવામાં આવી રહ્યું છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં પાસ થયું ઓબીસી અનામત બિલ, આ રાજ્યની પેટર્ન મુજબ આપવામાં આવી મંજૂરી; જાણો વિગતે

Uddhav Thackeray Bow And Arrow Symbol શિંદે જૂથ સામે ઉદ્ધવ ઠાકરેનું નવું રાજકીય પાસું ચૂંટણી પ્રતીક પર સ્ટે લાવવા કમિશન અને અદાલત સમક્ષ જોરદાર દલીલો
Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Exit mobile version