ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,31 જાન્યુઆરી 2022
સોમવાર.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને રાજ્યપાલ જગદીપ ધનખડે વચ્ચે હવે નવા સ્તરે લડાઈ શરુ થઈ છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે રાજ્યના રાજ્યપાલ જગદીપ ધનખડને ટ્વિટર પર બ્લોક કરી દીધા છે.
સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ બંગાળના રાજ્યપાલના ટ્વીટથી નારાજ છે, જે પછી તેમણે તેમને બ્લોક કરી દીધા.
આ દરમિયાન મમતા બેનર્જીએ રાજ્યપાલ ધનખડ પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા.