ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 10 એપ્રિલ 2021
શનિવાર
હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને મુંબઈના હવામાન સંદર્ભે વિચિત્ર વરતારો કર્યો છે. મોસમ વિભાગનું કહેવું છે કે તેલંગાણા, કર્ણાટક અને રાયલસીમા થી માંડીને તમિલનાડુમાં દક્ષિણ ભાગમાં ઓછા દબાણ નો પટ્ટો સર્જાયો છે. જેને કારણે સમુદ્ર પટ્ટી પાસે ગરમી અને ઉકળાટ નો અનુભવ થઈ રહ્યો છે. આ સાથે દરિયા કિનારેથી વાદળાઓ પ્રવેશી રહ્યા છે. જેને કારણે આગામી ૪૮ કલાક દરમિયાન મુંબઇના આકાશમાં વાદળો રહેશે. તેમજ દક્ષિણ કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં વરસાદ પડી શકે છે.
આમ અત્યારે વિચિત્ર મોસમ સર્જાયો છે.
વેપારીઓના ધંધા બંધ અને ફેરિયાઓ લોકોને લુટે છે. રાતોરાત આ વસ્તુઓના ભાવ વધારી દીધા.