પશ્ચિમ બંગાળ સરકારના પ્રધાન ઝાકિર હુસેન પર બુધવારે મોડી રાત્રે બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઝાકિર હુસેન અને અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
તમામ ઘાયલોને કોલકાતાની SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને મળવા માટે બંગાળના CM મમતા બેનર્જી પણ હોસ્પિટલ પહોંચ્યા
આ હુમલામાં પ્રધાન અને અન્ય છ લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે.
આ હુમલો કોણે કર્યો અને શા માટે કર્યો તે સંદર્ભે હજી કોઇ માહિતી સામે આવી નથી.
