ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 25 ઓક્ટોબર, 2021.
સોમવાર.
યુપી ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.
કોંગ્રેસના નેતાઓ રાજેશ પતિ ત્રિપાઠી અને લલિતેશ પાટી ત્રિપાઠી કોંગ્રેસ છોડીને ટીએમસીમાં જોડાયા છે.
આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પાર્ટીના નેતા અભિષેક બેનર્જી હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પૂર્વાંચલમાં કોંગ્રેસનો મોટો ચહેરો રહેલા લલિતેશ પતિ ત્રિપાઠીએ ગયા મહિને કોંગ્રેસ પાર્ટીની પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપ્યું હતું.