Site icon News Continuous Bureau | Mumbai

Western Railway : સાબરમતી-દૌલતપુર ચૌક અને ગાંધીનગર કેપિટલ-જમ્મુતવી એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર

Western Railway :કેટલીક ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં અને કોચ સંરચનામાં પરિવર્તન

Western Railway Changes in terminal stations of Sabarmati-Daulatpur Chowk and Gandhinagar Capital-Jammu and Tihar Express

Western Railway Changes in terminal stations of Sabarmati-Daulatpur Chowk and Gandhinagar Capital-Jammu and Tihar Express

News Continuous Bureau | Mumbai

 Western Railway : પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનો ના સમયપાલન ને વધુ બહેતર બનાવવાના ઉદ્દેશય થી સાબરમતી-દૌલતપુર ચૌક એક્સપ્રેસ અને ગાંધીનગર કેપિટલ-જમ્મુ તવી એક્સપ્રેસ ટ્રેન ના ટર્મિનલ સ્ટેશન માં પરિવર્તન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તથા કેટલીક ટ્રેનોના સંચાલન સમય અને કોચ સંરચનામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

Join Our WhatsApp Channel

 Western Railway : ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન

1. ટ્રેન નં. 19411 સાબરમતી-દૌલતપુર ચૌક એક્સપ્રેસ 15 મે 2025 થી સાબરમતીના બદલે ગાંધીનગર કેપિટલ થી (10.05 કલાકે) ઉપડશે.
2. ટ્રેન નં. 19412 દૌલતપુર ચૌક-સાબરમતી એક્સપ્રેસ 14 મે 2025 થી સાબરમતી ને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર (15.05 કલાકે) ટર્મિનેટ (સમાપ્ત) થશે.
3. ટ્રેન નં. 19223 ગાંધીનગર કેપિટલ-જમ્મુ તવી એક્સપ્રેસ 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ ને બદલે સાબરમતી થી (10:25 કલાકે) ઉપડશે અને ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 10.53/10.58 કલાક નો રહેશે. આ ટ્રેનનો અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય યથાવત રહેશે.
4. ટ્રેન નં.19224 જમ્મુતવી-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 14 મે 2025 થી ગાંધીનગર કેપિટલને બદલે સાબરમતી સ્ટેશન પર (14.05 કલાકે) ટર્મિનેટ (સમાપ્ત) થશે. આ ટ્રેનનો ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 13:08/13:10 કલાકનો રહેશે. આ ટ્રેન ના અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન નો સમય યથાવત રહેશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Language row:મુંબઈમાં પિઝા ડિલિવરી બોય સાથે દંપતીએ કર્યો ઝગડો- ‘મરાઠી બોલો, તભી પૈસે દેંગે’

 Western Railway : ટ્રેનો ના સમયમાં આંશિક પરિવર્તન

1. ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ થી 10.30 કલાકને બદલે 10.25 કલાકે ઉપડશે અને ચાંદલોડિયા બી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 10.50/10.52 કલાક નો રહેશે. આ ટ્રેન ના અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન નો સમય યથાવત રહેશે.
2. ટ્રેન નંબર 19107 ભાવનગર-MCTM ઉધમપુર એક્સપ્રેસ નો 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 10.05/10.10 કલાક નો રહેશે. આ ટ્રેનનો અન્ય સ્ટેશનો પર આગમન- પ્રસ્થાન નો સમય યથાવત રહેશે.

 Western Railway : કોચ સંરચનામાં પરિવર્તન

* ટ્રેન નં. 22957/22958 ગાંધીનગર કેપિટલ-વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ થી અને 14 મે 2025 થી વેરાવળથી એસી 2-ટાયર ના 2 કોચ, એસી 3-ટાયરના 5 કોચ, સ્લીપર ક્લાસના 8 કોચ, જનરલ ક્લાસના 4 કોચ અને 2 કોચ એસએલઆરડી ની સાથે સંચાલિત થશે.

ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version