Site icon

Western Railway : હવે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન, PM મોદી આ તારીખે બતાવશે લીલી ઝંડી..

Western Railway : અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ ઓખા સુધી લંબાવવામાં આવી

Western Railway Second Vande Bharat express between Ahmedabad and Mumbai Central will be rolled out on March 12

Western Railway Second Vande Bharat express between Ahmedabad and Mumbai Central will be rolled out on March 12

News Continuous Bureau | Mumbai

Western Railway : પશ્ચિમ રેલવે 13 માર્ચ, 2024 થી અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ ( Mumbai Central )  વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ( Vande Bharat express Train )  શરૂ કરવા માટે પુરી તૈયાર છે. હાલમાં, પશ્ચિમ રેલવે પર 05 વંદે ભારત ટ્રેનો જેમ કે ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ ( Ahmedabad )  ( સાબરમતી)-જોધપુર, અમદાવાદ-જામનગર, ઈન્દોર-ભોપાલ-નાગપુર અને ઉદયપુર-જયપુર (ચિત્તૌરગઢ ખાતે સ્ટોપ) દોડી રહી છે.

Join Our WhatsApp Community

PM મોદી વંદે ભારત એક્સપ્રેસ લીલી ઝંડી બતાવશે

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન અને અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસનું ઓખા સુધી વિસ્તરણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ( PM Modi ) દ્વારા 12 માર્ચ, 2024ના રોજ સવારે 09:00 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી બતાવવામાં આવશે.

અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત પરિચાલન 13 માર્ચ, 2024થી શરૂ થશે. આ ટ્રેન રવિવાર સિવાય અઠવાડિયામાં 06 દિવસ ચાલશે. ટ્રેન નંબર 22962 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ અમદાવાદથી 06:10 કલાકે ઉપડશે અને 11:35 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 22961 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી 15:55 કલાકે ઉપડશે અને 21:25 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બન્ને દિશાઓમાં વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ હશે.

આ સમાચાર પણ વાંચો : ઈલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, SBIની અરજી ફગાવી, આ તારીખ સુધીમાં વિગતો આપવાનો આદેશ.. જાણો વિગતે..

વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને ઓખા સ્ટેશન સુધી લંબાવવામાં આવી રહી છે

ટ્રેન નંબર 22925/22926 અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને ઓખા સ્ટેશન સુધી લંબાવવામાં આવી રહી છે. ટ્રેન નંબર 22925 અમદાવાદ – ઓખા વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ અમદાવાદથી મંગળવાર સિવાય દરરોજ 18:10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 00:40 કલાકે ઓખા પહોંચશે. તેવી જ રીતે, પરત દિશામાં, ટ્રેન નંબર 22926 ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ઓખાથી બુધવાર સિવાય દરરોજ 03:40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 10:10 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બન્ને દિશાઓમાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ હશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version