Site icon

Western Railway Special Train: વેરાવળ-ગાંધીગ્રામ વચ્ચે દોડશે મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન, ટિકિટ બુકિંગ આ તારીખથી થશે શરૂ

Western Railway Special Train: પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થઈને વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે

Western Railway Special Train Mahashivratri Mela Special Train will run between Veraval-Gandhigram

Western Railway Special Train Mahashivratri Mela Special Train will run between Veraval-Gandhigram

News Continuous Bureau | Mumbai

Western Railway Special Train: ટિકિટો નું બુકિંગ 22 ફેબ્રુઆરી થી જૂનાગઢમાં યોજાઈ રહેલા “મહાશિવરાત્રી મેળા” નિમિત્તે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થઈને વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Community

1. ટ્રેન નંબર 09568 વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન વેરાવળથી 21.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 8.00 કલાકે ગાંધીગ્રામ પહોંચશે. આ ટ્રેન માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર જંકશન, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ 23.02.2025 થી 27.02.2025 સુધી દરરોજ ચાલશે.

આ સમાચાર પણ વાંચો: Indian Navy: SAGAR વિઝન સાથે ભારત અને વિયેતનામના દરિયાઈ સુરક્ષા સહયોગમાં વધારો, ભારતીય નૌકાદળનું પ્રથમ તાલીમ સ્ક્વોડ્રન વિયેતનામના કેમ રાન્હ ખાડી ખાતે પહોંચ્યું
2. ટ્રેન નંબર 09567 ગાંધીગ્રામ-વેરાવળ સ્પેશિયલ ટ્રેન ગાંધીગ્રામથી સવારે 10.10 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે 17.40 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ધસા, લાઠી, ચિતલ, વડીયા દેવળી, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળીયા હાટીના સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ પણ હશે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ 24.02.2025 થી 28.02.2025 સુધી દરરોજ ચાલશે.

Western Railway Special Train: ટ્રેન નંબર 09568 અને 09567 માટે ટિકિટ બુકિંગ 22.02.2025 થી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Bangladeshi infiltrators: બાંગ્લાદેશી ઘૂસણખોરોની હવે ખેર નથી; રાજ્ય સરકારે લીધો ‘આ’ મહત્વનો નિર્ણય
Satara: સતારાની મહિલા ડૉક્ટરને ન્યાય,આત્મહત્યા માટે ઉશ્કેરનાર આરોપીઓમાંથી 1 જેલભેગો, આટલા હજુ ફરાર.
Islampur: ઇસ્લામપુર બન્યું ઈશ્વરપુર! મહારાષ્ટ્રના શહેરનું નામ બદલાયું, કેન્દ્રની મંજૂરી
MVA: MVAમાં રાજકારણ ગરમાયું: રાજ ઠાકરેની વધતી નિકટતાથી કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી ચિંતામાં; શું ઉદ્ધવ ઠાકરે બદલશે રસ્તો?
Exit mobile version