Site icon News Continuous Bureau | Mumbai

Western Railway : મુસાફરોની સુવિધા માં વધારો.. પશ્ચિમ રેલ્વે વટવા અને હુબલી વચ્ચે ચલાવશે ઉનાળુ સ્પેશિયલ ટ્રેન

Western Railway :વટવા અને હુબલી વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક ઉનાળુ વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.

Western Railway will run a summer special train between Vatva and Hubli

Western Railway will run a summer special train between Vatva and Hubli

News Continuous Bureau | Mumbai

Western Railway : પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને વટવા અને હુબલી વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક ઉનાળુ વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

Join Our WhatsApp Channel

ટ્રેન નંબર 07334/07333 વટવા-હુબલી-વટવા સ્પેશિયલ ટ્રેન (કુલ 20 ટ્રીપ્સ)

ટ્રેન નંબર 07334 વટવા-હુબલી સ્પેશિયલ 14 એપ્રિલ 2025 થી 16 જૂન 2025 સુધી દર સોમવારે વટવાથી 21:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19:45 કલાકે હુબલી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 07333 હુબલી -વટવા સ્પેશિયલ 13 એપ્રિલ 2025 થી 15 જૂન 2025 સુધી દર રવિવારે હુબલી થી 19:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 18.45 કલાકે વટવા પહોંચશે.

માર્ગમાં, બંને દિશાઓ માં આ ટ્રેન આણંદ, વડોદરા, સુરત, વાપી, બોઈસર, વસઈ રોડ, કલ્યાણ, લોનાવાલા, પુણે, સાંગલી, મિરજ, કુડાલ, રાયબાગ, ઘટપ્રભા, ગોકાક રોડ, બેલગામ, લોંડા, અલનાવર અને ધારવાડ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.

આ સમાચાર પણ વાંચો : Western Railway : માહિમ-બાંદ્રા ની વચ્ચે પુલ સંખ્યા 20 ના એબટમેન્ટ ના પુનર્નિર્માણ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે

ટ્રેન નંબર 07334 નું બુકિંગ 11 એપ્રિલ 2025 થી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Illegal Flammable Material Transport જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર હેરફેર કરનારાઓની હવે ખેર નહીં! પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના કડક કાર્યવાહીના આદેશ
Firecracker Ban In Maharashtra ફટાકડા પર લાગશે સંપૂર્ણ પ્રતિબંધ? લોકોની અસંવેદનશીલતા પર બોમ્બે હાઈકોર્ટ નારાજ, ચુકાદો અનામત
Rajasthan Panchayat Elections રાજસ્થાનના ગ્રામીણ મતદારોનો મિજાજ બદલાયો? કોંગ્રેસે નોંધાવી મોટી જીત, મુખ્યમંત્રી સહિતના મંત્રીઓના ગઢમાં ભાજપને ફટકો
Maharashtra Private Hospital New Rule સારવારના નામે ઉઘાડી લૂંટ બંધ થશે? ખાનગી હોસ્પિટલો પર સરકારી નિયંત્રણ લાવવા શિયાળુ સત્રમાં નવા કાયદાની તૈયારી…
Exit mobile version