Site icon

Western Railway: 5 મે ના રોજ પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન

Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં સાબરમતી અને હરિદ્વાર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Western Railway will run Sabarmati-Haridwar special train on May 5

Western Railway will run Sabarmati-Haridwar special train on May 5

News Continuous Bureau | Mumbai

Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં સાબરમતી અને હરિદ્વાર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ( Special train ) ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આ રીતે છે : 

Join Our WhatsApp Community

Western Railway: ટ્રેન નંબર 09425/09426 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ (કુલ 2 ફેરા)

ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ ( Sabarmati-Haridwar Special train ) 05 મે 2024 રવિવારે સાબરમતીથી 19:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19:00 કલાકે હરિદ્વાર પહોંચશે. આ રીતે ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ 06 મે 2024 સોમવારે હરિદ્વારથી ( Haridwar ) 21:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21:30 કલાકે સાબરમતી ( Sabarmati ) પહોંચશે. 

આ સમાચાર પણ વાંચો :  Piyush Goyal: ભાજપ અને મહાયુતી ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલએ ઉત્તર મુંબઈના વાગડ સમાજ સાથે સંવાદ સ્થાપ્યો

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબૂરોડ, જવાઈ બાંધ, ફાલના, રાની, મારવાડ, અજમેર, કિશનગઢ, ફુલેરા, રીંગસ, નીમ કા થાના, નારનૌલ, રેવાડી, ગુડગાંવ, દિલ્લી કેન્ટ, દિલ્લી, ગાજિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂડકી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ રહેશે. 

ટ્રેન નંબર 09425 નું બુકિંગ 04 મે, 2024 થી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની ( IRCTC ) વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version