Site icon News Continuous Bureau | Mumbai

Western Railway: પશ્ચિમ રેલવે ઉધના અને ભાવનગર ટર્મિનસ વચ્ચે સ્પેશલ ટ્રેન ચલાવશે.

Western Railway: પશ્ચિમ રેલવે દવારા મુસાફરોની સુવિધા માટે અને વધારાની સંખ્યામાં મુસાફરોને સમાવવા માટે ના ઉદેશ્ય થી ઉધના અને ભાવનગર ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે.

Western Railway will run special trains between Udhana and Bhavnagar terminus

Western Railway will run special trains between Udhana and Bhavnagar terminus

News Continuous Bureau | Mumbai 

Western Railway: પશ્ચિમ રેલવે દવારા મુસાફરોની સુવિધા માટે અને વધારાની સંખ્યામાં મુસાફરોને સમાવવા માટે ના ઉદેશ્ય થી ઉધના ( Udhna ) અને ભાવનગર ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:  

Join Our WhatsApp Channel

Western Railway : ટ્રેન નંબર 09021/09022 ઉધના-ભાવનગર ટર્મિનસ (સાપ્તાહિક) સ્પેશલ (08 ફેરા)

ટ્રેન નંબર 09021 ઉધના – ભાવનગર ટર્મિનસ ( Bhavnagar Terminus ) સ્પેશલ દર સોમવારે ઉધનાથી 22.05 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 05 ઓગસ્ટ થી 26 ઓગસ્ટ, 2024 સુધી ચાલશે.

તેવી જ રીતે, ટ્રેન નંબર 09022 ભાવનગર ટર્મિનસ – ઉધના સ્પેશલ ( Bhavnagar Terminus – Udhna Special Train ) દર મંગળવારે ભાવનગર ટર્મિનસથી 19.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.10 કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન ( Special trains ) 06 ઓગસ્ટ થી 27 ઓગસ્ટ, 2024 સુધી ચાલશે.

આ સમાચાર પણ વાંચો :  Special Trains: ઓખા-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ટ્રેન ના ટર્મિનલ સ્ટેશન માં ફેરફાર

આ ટ્રેન બંને દિશામાં ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીગ્રામ, સરખેજ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, સોનગઢ, સિહોર અને ભાવનગર પરા સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ ના સામાન્ય કોચ હશે.

ટ્રેન નંબર 09021 અને 09022 માટે બુકિંગ 02 ઓગસ્ટ, 2024 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર  શરુ થશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Cabinet Approves MultiTracking Railway Projects કેબિનેટે ચાર રાજ્યોમાં રેલવેના ચાર મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, ૯,૪૫૦ કરોડનો થશે ખર્ચ
Ambarnath Police MD Drug Raid ડ્રગ્સ માફિયાઓ પર પોલીસની લાલ આંખ અંબરનાથમાં 33 ગ્રામ MD ડ્રગ્સ અને લાખોની રોકડ સાથે 4 ઝડપાયા
Ranchi Student Protest Suspended રાંચીમાં વિદ્યાર્થીઓનું આંદોલન ૨ મહિના માટે સ્થગિત, સરકારને આપવામાં આવ્યું આટલા દિવસનું અલ્ટીમેટમ
PSDS Method પ્રાકૃતિક ખેતીનું પ્રથમ પગથિયું જમીનને જીવંત બનાવતી PSDS પદ્ધતિ અને તેના અનેક ફાયદા
Exit mobile version