Site icon News Continuous Bureau | Mumbai

Western Railway: મુસાફરોને મળશે રાહત, પશ્ચિમ રેલવે સાબરમતી અને હરિદ્વાર વચ્ચે દોડાવશે સમર સ્પેશિયલ ટ્રેન

Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી અને હરિદ્વાર વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

Western Railway will run summer special train between Sabarmati and Haridwar

Western Railway will run summer special train between Sabarmati and Haridwar

News Continuous Bureau | Mumbai 

Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી (  Sabarmati ) અને હરિદ્વાર વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન ( Special train ) વિશેષ ભાડા પર  દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે. 

Join Our WhatsApp Channel

Western Railway:  ટ્રેન નંબર 09425/09426  સાબરમતી-હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ (કુલ 10 ટ્રીપ્સ)

ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર ( Haridwar ) સ્પેશિયલ 31 મે, અને 3, 7, 10 અને 14 જૂન 2024 (શુક્રવાર અને સોમવાર)ના રોજ  સાબરમતી થી 18.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.00 કલાકે હરિદ્વાર પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ 01,04,08,11 અને 15 જૂન 2024 (શનિવાર અને મંગળવાર)ના રોજ હરિદ્વાર થી 21:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 22:30 કલાકે સાબરમતી પહોંચશે.

આ સમાચાર પણ વાંચો: Rajkot TRP Game Zone: ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ રાજકોટના ટી.આર. પી. ગેમ ઝોન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી

માર્ગમાં  બંને દિશામાં, આ ( Sabarmati Haridwar Special Train ) ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, જવાઈ બાંધ, ફાલના, રાની, મારવાડ, અજમેર, કિશનગઢ, ફુલેરા, રિંગસ, નીમ કા થાના, નારનૌલ, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂડકી સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસના કોચ હશે.

ટ્રેન નંબર 09425નું બુકિંગ 26 મે, 2024થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે.  ટ્રેનની પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Thane Station Mega Ticket Checking Drive થાણે સ્ટેશન પર રેલવેની મેગા ‘ટિકિટ ચેકિંગ’ ડ્રાઇવ 613 બિનટિકિટ મુસાફરો પાસેથી ₹2.40 લાખથી વધુનો દંડ વસૂલાયો
CM Yogi Accepts Akhilesh Yadav Ayodhya Challenge ‘હું અયોધ્યાથી લડવા તૈયાર, તમે પણ ફોર્મ ભરો…’ સીએમ યોગીએ અખિલેશ યાદવનો ચેલેન્જ સ્વીકાર્યો, યુપીમાં રાજકીય પારો ગરમાયો
Bharuch Jama Masjid Jain Temple Claim ગુજરાતમાં ભોજશાળા જેવો મોટો કાનૂની વિવાદ! ૧૯૦૯ થી સંરક્ષિત સ્મારક પર કોનો અધિકાર? પૂજાની મંજૂરી અને નમાજ પર રોકની માંગથી ખળભળાટ
Thane Crime Branch Seizes Ambergris ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતી વ્હેલની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે બે ઝડપાયા
Exit mobile version