લોકલ ટ્રેનના મુસાફરો માટે સારા સમાચાર. બાંદ્રા-ખાર વચ્ચે ટ્રેન સો કિલોમીટરની ઝડપે દોડશે ટ્રેન.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

01 ઓગસ્ટ 2020

લોકલ ટ્રેનના મુસાફરો માટે સારા સમાચાર છે. બાંદ્રા અને ખાર વચ્ચે 60 કિલોમીટરની ઝડપે દોડતી ટ્રેનો હવે 100 કિલોમીટરની ઝડપે દોડશે. જેના કારણે મુસાફરોનો ઘણો સમય બચી જશે.

 સૌ કોઈ જાણે છે કે મુંબઈમાં લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે મિનિટે મિનિટનો હિસાબ રાખવો પડતો હોય છે. જો એક સ્ટેશનેથી તમે બે મિનિટ લેટ પહોંચ્યા તો અંતિમ સ્ટેશને પહોંચતાં સુધીમાં તમને દસ મિનિટ નું મોડું થઈ ચૂક્યું હોય છે. હવે આનો ઉકેલ પશ્ચિમ રેલવે દ્વારા લાવવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેની ટ્રેન હવે 100 કિલોમીટરની ઝડપે દોડશે. બાંદ્રા અને ખાર વચ્ચે સ્થાનિક અને આઉટ સ્ટેશન ની ટ્રેનો 60 કિલોમીટર પ્રતિ કલાક સ્પીડનો જે પ્રતિબંધ હતો તે હટાવી લેવામાં આવ્યો છે, અને માત્ર 57 દિવસની અંદર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અપગ્રેડ કરવામાં આવી છે. જેને કારણે ચર્ચગેટ થી લઈને બોરીવલી-વિરાર સુધીની ટ્રેન નો કુલ 90 સેકન્ડનો સમય બચશે.

 પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ લોકડાઉનના સમય નો ફાયદો ઉઠાવી ટ્રેનની ગતિને વેગ આપવાના હેતુથી, બાંદ્રા રેલ્વે લાઈન પર મોટા પાયે કામગીરી હાથ ધરી છે. ટેકનિકલી ભાષામાં સમજીએ તો 57 દિવસની અંદર 400 મીટર ટ્રેક અને 1200 સ્લીપરની ફેરબદલી કરી 17 જેટલા ટર્નઆઉટ ને ફરીથી સેટ કરવામાં આવ્યા છે. જે માટે દરરોજ 60 જેટલા કામદારો દિવસ-રાત મહેનત કરી રહ્યા હતા. આથી જ હવે ટ્રેનો બાંદ્રા ખાર વચ્ચે 100 કિલોમીટરની ઝડપે દોડી શકશે. જેને કારણે મુસાફરો નો ઘણો સમય બચી જશે.

જ્યારે વેસ્ટન રેલ્વેએ અંધેરી અને જોગેશ્વરી વચ્ચે ચાલતા બીજા ફૂટ ઓવર બ્રિજનું નિર્માણ કાર્ય પણ સમાપ્ત કર્યું છે.. આમ લોકડાઉન માં બંધનો ફાયદો ઉઠાવી રેલવે વિભાગ સ્પીડ અપગ્રેડ કરી રહી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Aam Aadmi Party: પુણે કોર્પોરેશન ચૂંટણીમાં AAPની ધમાકેદાર એન્ટ્રી! 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, સમીકરણો બદલાશે.
Thackeray alliance: ઠાકરે ભાઈઓનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક! ફોર્મ ભરતા પહેલા કરી શકે છે ઐતિહાસિક જાહેરાત, રાજકારણમાં ભૂકંપ.
Sanjay Raut: ઠાકરે બંધુઓનું સિક્રેટ મિલન BMC ચૂંટણી પહેલા મોટો દાવ? સંજય રાઉતના નિવેદનથી કોંગ્રેસના નેતાઓમાં ચિંતા
Exit mobile version