Site icon

Western Railway: મુસાફરોની સુવિધામાં વધારો, પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને પટના વચ્ચે સ્પેશિયલ ટ્રેન; જાણો સમયપત્રક

Western Railway: પશ્ચિમ રેલવેઅમદાવાદ અને પટના વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે.

Western Railways to run Sabarmati – Patna Weekly Special train

Western Railways to run Sabarmati – Patna Weekly Special train

News Continuous Bureau | Mumbai 

Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખાતાં અમદાવાદ અને પટના વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે.  એ ટ્રેનની વિગતો આ પ્રમાણે છે :

Join Our WhatsApp Community

ટ્રેન નંબર 09457 સાબરમતી-પટના સ્પેશિયલ 04 જૂન થી 25 જૂન 2025 સુધી દરેક બુધવારે સાબરમતી (ધરમનગર બાજુ) થી 18.10 કલાકે ઉપડશે તથા ત્રીજા દિવસ (શુક્રવાર) ના રોજ 01.30 કલાકે પટના પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 09458 પટના-સાબરમતી સ્પેશિયલ 06 જૂનથી 27 જૂન 2025 સુધી દરેક શુક્રવારે પટનાથી 04.30 કલાકે ઉપડશે તથા બીજા દિવસ (શનિવાર) ના રોજ 14.30 કલાકે સાબરમતી પહોંચશે. 

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબૂરોડ, પિંડવાડા, મારવાડ જં., બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર-જયપુર, દૌસા, બાંદીકુઈ, ભરતપુર, ઈદગાહ, ટૂંડલા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ, મિર્જાપુર, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર, આરા અને દાનાપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 18 કોચ સ્લીપર ક્લાસ તથા 02 કોચ જનરલ ક્લાસના રહેશે. 

આ સમાચાર પણ વાંચો :  Railway News : પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર

ટ્રેન નંબર 09457 નું બુકિંગ 31 મે, 2025 થી યાત્રી રિઝર્વેશન સેન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, રોકાણ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version