ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર.
દેશભરમાં રસીકરણ ની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે નિર્ણય જાહેર કર્યા વગર જ 18 થી ૪૪ વર્ષની વય વચ્ચેના લોકોનું વેક્સિનેશન થોભાવી દીધું છે. આ માટે કોઇ અધિકારીક જાહેરાત કરાઇ નથી.
હવે જ્યારે આ સંદર્ભે મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપેને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેણે જવાબ આપ્યો કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કુલ 1 કરોડ 73 લાખ લોકોને રસી આપવામાં આવી છે. જેમાંથી ૨૮ લાખ લોકોને બંને રસી મળી ગઈ છે. બીજી તરફ ૧૮ થી ૪૪ વર્ષની વચ્ચે રહેલા ત્રણ લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. બીજી તરફ રસી ની કમી મહેસુસ થઇ રહી છે. આથી સરકાર 44 વર્ષથી ઉપરના લોકો ને રસી આપી રહી છે. જ્યારે કે ૧૮ થી ૪૪ વર્ષ ની વચ્ચે ના લોકોને રસી ક્યારે મળશે? તે સંદર્ભે આવનારા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે.