Site icon

ફૂલગુલાબી ઠંડી માણવા મુંબઇગરાંએ હજી થોડી રાહ જોવી પડશે, હવામાન ખાતાએ આપ્યા સંકેત; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 7 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

મંગળવાર

હવામાન ખાતાના સરફેસ ઇન્સ્ટ્રૂમેન્ટસ ડિવિઝન(પુણે)ના વડા ડો.કે.એસ. હોસાલીકરે ગુજરાત સમાચારને વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે હાલ મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં પવનની ગતિ ઘણી મંદ થઇ ગઇ છે. સાથોસાથ પવન પણ પૂર્વ(ઇશાન) દિશામાંથી ફૂંકાઇ રહ્યા છે. ઇશાનના પવનો તેની સાથે થોડીક ગરમી પણ  લાવતા હોવાથી મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં શિયાળાના ઠંડા અને ગમતીલા વાતાવરણનો અનુભવ નથી થતો. પવનો ઉત્તર-પૂર્વના અને સંપૂર્ણ ઉત્તરના એટલે કે હિમાલયની બરફીલી પર્વતમાળામાંથી ફૂંકાવા શરૂ થશે ત્યારે જ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ફુલગુલાબી ટાઢનો મજેદાર અનુભવ થશે. શિયાળાનો ઠંડાગાર માહોલ લગભગ જાન્યુઆરીમાં શરૃ થવાની શક્યતા છે એવો સંકેત હવામાન ખાતાએ આપ્યો હતો.હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે મુંબઇના મહત્તમ તાપમાનમાં અને ભેજના પ્રમાણમાં વધારો નોંધાઇ રહ્યો છે. ૧,૨ ડિસેમ્બરે મુંબઇ સહિત આજુબાજુનાં સ્થળોએ  તથા મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે કમોસમી વરસાદ વરસ્યો હતો.વરસાદી માહોલથી મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં વાતાવરણ ઠંડુ થઇ ગયું હતું. જાેકે ત્યારબાદ મુંબઇ સહિત મહારાષ્ટ્રના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાઇ રહ્યો  છે.વાતાવરણ ગરમ બની રહ્યું છે.હાલ નવેમ્બર પૂરો થયો અને ડિસેમ્બર શરૃ થઇ ગયો હોવા છતાં શિયાળાની ફૂલગુલાબી ઠંડીની અસર વરતાતી નથી.

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version