ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
10 જુલાઈ 2020
ચીનના વુહાનમાં પેદા થયેલો કોરોના વાયરસ, મહામારી રુપે દુનિયામાં લાખો લોકોનો ભોગ લઇ ચૂક્યો છે. એક સમયે ચીનને આ મુદ્દે છાવરવાનો આરોપ ઝીલતાં 'વિશ્વ સ્વાસ્થ સંગઠન'ના નિષ્ણાંતોની ટીમ હવે ચીન પહોંચી છે. જે તપાસ કરશે કે આ મહામારીની શરુઆત કેવી રીતે થઇ?. WHO ના નિષ્ણાંતો ટિમ આગામી બે દિવસ બેઇજિંગમાં રહી તપાસ કરશે કે કોરોના વાયરસનો પશુમાંથી મનુષ્યમાં કેવી રીતે પ્રવેશ થયો.
જોકે વિજ્ઞાનીકોનુ માનવુ છે કે, આ વાયરસની શરુઆત ચામાચિડીયાથી થઇ, જે કેટલાક પશુઓ થકી મનુષ્યો સુધી પહોંચી છે.
મહામારીના ઉદ્ભવ અને જે રીતે ફેલાવો થયો છે જોતા લાંબા સમયથી ચીન સતત દુનિયાના દેશોને આંખની કણીની જેમ ખૂંચતું હતું અને આથી જ 120 દેશોની માંગને લીધે વિશ્વ સ્વાસ્થ સંગઠનને પણ મજબૂર બની જાહેરાત કરવી પડી છે કે "તે વાયરસના ઉદભવને લઇને તે એક નિષ્ણાંતોની ટીમ ચીન મોકલશે".
વિશ્વમાં કોરોના સંક્રમણના કેસો સવા કરોડથી વધી ગયા છે. જ્યારે સાડા પાંચ લાખથી વધુ લોકો આ બીમારીમાં માર્યા ગયા છે. વિશ્વમાં અમેરિકા, બ્રાઝિલ અને ભારત એવા ત્રણ દેશ છે જ્યાંથી રોજના કુલ એક લાખથી વધારે કેસ સામે આવી રહ્યા છે.. આમ છતાં WHO અત્યાર સુધી ચીન સામે કોઈ પગલાં લેતું ન હતું . જેને કારણે તાજેતરમાં અમેરિકા પણ WHO થી સત્તાવાર રીતે અલગ થયુ છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
