ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 8 એપ્રિલ 2021
ગુરૂવાર
મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે કેન્દ્રની સરકાર ભાજપ શાસિત રાજ્યો અને વધુ ડોઝ આપે છે જ્યારે કે મહારાષ્ટ્ર ને ઓછા આપે છે. પોતાના આરોપોના સમર્થનમાં પુરાવા રૂપે તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં દર સપ્તાહે 40 લાખ લોકોને ડોઝ આપવામાં આવે છે. આની સામે ચાલુ સપ્તાહે મહારાષ્ટ્ર માત્ર ૧૭.૫ લાખ ડોઝ આપવામાં આવ્યા.
જ્યારે કે ઉત્તર પ્રદેશને ૪૪ લાખ, મધ્યપ્રદેશના ૩૩ લાખ, ગુજરાતને ૧૬ લાખ, કર્ણાટકને ૨૩ લાખ, હરિયાણાને ૨૪ લાખ તેમજ ઝારખંડ ને 20 લાખ ડોઝ આપવામાં આવ્યા છે.
આ સમગ્ર વિષય સંદર્ભે મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન સાથે ફોન પર વાત કરી છે. તેમજ વધારે ડોઝની માંગણી કરી છે.
