ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ડિસેમ્બર 2021
બુધવાર
રાષ્ટ્રીય વિસ્તરણની આકાંક્ષા ધરાવતી તૃણમૂલ કોંગ્રેસ એટલે કે TMCની અંદર પાર્ટીનું નામ બદલવાની પણ ચર્ચા ચાલી રહી છે.
ટીએમસીના એક વરિષ્ઠ નેતાએ મીડિયાને કહ્યું કે પાર્ટીનું નામ બદલવા પર પાર્ટીની અંદર ચર્ચા ચાલી રહી છે, જો કે હજુ સુધી આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
સાથે જ ટીએમસી તેના બંધારણમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે જેથી કરીને અન્ય રાજ્યોના લોકોને પણ પાર્ટી વર્કિંગ કમિટીમાં સામેલ કરી શકાય.
હાલમાં ટીએમસી વર્કિંગ કમિટીમાં બંગાળના નેતાઓનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં અન્ય રાજ્યોમાં વિસ્તરણ કરવાનો પ્રયાસ કરી રહેલી ટીએમસીની નજર અન્ય રાજ્યો પર પણ છે.