Site icon News Continuous Bureau | Mumbai

સનસની ખબર: ઇગતપુરી-કસારા સ્ટેશન વચ્ચે એક્સપ્રેસ ટ્રેનમાં લૂંટારૃઓએ મચાવી લૂંટ, એક મહિલા પર બળાત્કાર ગુજાર્યો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 9 ઓક્ટોબર,  2021 
શનિવાર. 

મહારાષ્ટ્રમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. અને આ ઘટનાના આંકડામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આવી જ એક ચોંકાવનારી ઘટના આજે બની છે. લખનઉ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં એક મહિલા પર બળાત્કાર થયો હતો. જાણવા મળ્યું છે કે આ ભયાનક ઘટના ઇગતપુરી અને કસારા સ્ટેશન વચ્ચે બની હતી.

Join Our WhatsApp Channel

રેલવે પોલીસે આ કેસમાં બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લૂંટારાઓએ શુક્રવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ લખનઉ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસના મુસાફરોને લૂંટી લીધા હતા. 15 થી 20 મુસાફરો લૂંટાયા હતા. આ સાથે જ તેણે ટ્રેનમાં બેઠેલી 20 વર્ષની યુવતી પર અત્યાચાર કર્યો હતો.

આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને લૂંટારાઓની શોધ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ કરી છે અને સઘન તપાસ હાથ ધરી છે.

નવાબ મલિકે કેન્દ્રીય તપાસ એજન્સી પર કર્યા આકરા પ્રહાર, કર્યો આ દાવો ; જાણો વિગત 

પોલીસના એક મીડિયાહાઉસને જણાવ્યા અનુસાર ટ્રેન ઇગતપુરી સ્ટેશનથી નીકળી હતી અને ટ્રેન ટનલ પાસે ધીમી હતી. આ વખતે સાત કે આઠ લોકો ટ્રેનમાં ચઢ્યા. ચોરોએ 15 થી 20 મુસાફરોને લૂંટી લીધા હતા અને તેમની પાસેથી પૈસા અને મોબાઇલ ફોન છીનવી લીધા હતા. તેમને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં કેટલાક મુસાફરો ઘાયલ થયા હતા. દરમિયાન, ચોરો દ્વારા એક મહિલાની છેડતી પણ કરવામાં આવી હતી. જ્યારે 20 વર્ષની યુવતીને તે જ સમયે ત્રાસ આપવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. આ મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે અને રેલવેમાં આવી ઘટનાઓ બની હોવાથી મુસાફરોમાં ભયનું વાતાવરણ છે.

Thane Crime Branch Seizes Ambergris ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતી વ્હેલની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે બે ઝડપાયા
Jewar Airport Renamed Narendra Modi International Airport મોદી સ્ટેડિયમ બાદ હવે ‘મોદી એરપોર્ટ’! યોગી આદિત્યનાથે કેબિનેટમાં પસાર કર્યો પ્રસ્તાવ…
Ambaji Mandir Mohanthal Prasad GI Tag અંબાજી મંદિરના સુપ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદને મળ્યો GI ટેગનો દરજ્જો નવરાત્રિના પ્રથમ દિવસે અપાશે સત્તાવાર સર્ટિફિકેટ
Maharashtra Monsoon Withdrawal IMD સમગ્ર મહારાષ્ટ્રમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાય ‘ઓક્ટોબર હીટ’નો પ્રારંભ, હવામાન વિભાગની જાહેરાત
Exit mobile version